Gujarati News

Gujarati News

News of Saturday, 25th January 2020

વિદ્વતાના વટવૃક્ષ પડધરીવાળા કથાકાર શાસ્ત્રી કનુભાઇ સાતાનો કાલે જન્મદિન

પડધરી : પડધરી નિવાસી જાણીતા ભાગવતાચાર્ય શાસ્ત્રી શ્રી કનુભાઇ શંકરલાલ જોષી (સાતા)નો આવતીકાલે ૨૬ જાન્યુઆરી પ્રજાસતાક દિને જન્મદિન છે. તેઓ આવતીકાલે સાત્વિક જીવનના ૭૭માં વર્ષમાં પ્રવેશ કરશે.

લોહાણા જ્ઞાતિના ગોર તરીકે જાણીતા શ્રી કનુભાઇ સાતાએ ૩ હજારથી  વધુ દીકરીઓની લગ્નવિધિ કરાવી છે. ૨૫ વર્ષની ઉંમરે કથાપાન કરાવવાનું શરૂ કરી અને ૭૨ વર્ષની વય સુધીમાં ૧૦૮ વખત વ્યાસપીઠેથી શ્રીમદ ભાગવત સપ્તાહનું કથા શ્રવણ તીર્થ સ્થાનોમાં કરાવ્યુ છે. ઉત્તરાધિકારી તરીકે અને લોહાણા  પરિવારના ગોરબાપા તરીકે  ઝળહળતો વારસો દુર્ગેશભાઇ અને જયેશભાઇ સંભાળી રહ્યા છે. સાથે શાસ્ત્રીજીના  ભત્રીજાઓ ધીરજભાઇ અને કશ્યપભાઇ પણ  શાસ્ત્રીજીના માર્ગદર્શન મુજબ ફરજ  બજાવી રહ્યા છે. . નિવૃતિ કાળમાં તેઓ પોતાના જ્યોતિષ શાસ્ત્રના જ્ઞાનના માધ્યમથી લોકોને માર્ગદર્શન આપી ઈશ્વરમાં અતૂટ શ્રધ્ધા રાખવા સૌને તેમની સલાહ છે. શાસ્ત્રીજીનું જીવન પ્રેરણારૂપ છે.  પડધરી ખાતે સંપર્ક સમય ૧૦ થી ૧૨, સાંજે ૪ થી ૬ રાખેલ છે. (મો. ૯૮૨૪૨ ૧૩૬૯૦) અકિલા પરિવાર સાથે ત્રણ દાયકાથી શ્રી કનુભાઇનો અતુટ પારિવારિક નાતો રહ્યો છે. અકિલા પરિવારે તેમના જન્મદિવસે અંતરની શુભેચ્છા પાઠવી છે.  મો. ૯૮૨૪૨ ૧૩૬૯૦ ઉપર શુભેચ્છા વર્ષા થઇ રહી છે. 

(12:51 pm IST)