Gujarati News

Gujarati News

News of Tuesday, 21st January 2020

એન્જલ પંપ, સફળતાનો જંપ, સૌ સાથે સંપ

શુભત્વથી શોભતા ઉદ્યોગપતિ કિરીટભાઇ આદ્રોજાનો જન્મદિન

રાજકોટ તા. ર૧ :.. શહેરનું ધબકતુ - ઝળકતુ નામ, જાણીતા ઉદ્યોગપતિ, રાજકોટ શહેરની અસંખ્ય સેવા સંસ્થાઓ સાથે સક્રિય રીતે સંકળાયેલા શ્રી કિરીટભાઇ આદ્રોજાનો આજે ૪૬ નો જન્મ દિવસ છે. રાજકોટની સેવા સંસ્થાઓ દીકરાનું ઘર વૃધ્ધાશ્રમ, સરગમ કલબ, યુવી કલબ, કડવા પાટીદાર સમાજ, ઉમીયા સિદસર મંદિર જેવી અસંખ્ય સંસ્થાઓ સાથે સંકળાયેલા કિરીટભાઇ આદ્રોજા કુશળ સંગઠક, મેનેજમેન્ટના ઉત્તમ ગુણ ધરાવતા તેમજ કુશળ નેતૃત્વ શકિત ધરાવતા અને વિશાળ મિત્ર વર્તુળ ધરાવતા કિરીટભાઇ આદ્રોજા રાજકોટના એન્જલ પંપના મેનેજીંગ ડીરેકટર તરીકે કાર્યરત રહી આજે પોતાની બ્રાન્ડને દેશવિદેશમાં ખ્યાતિ પ્રાપ્ત બનાવી છે.

'દીકરાનું ઘર' વૃધ્ધાશ્રમના માધ્યમથી છેલ્લા બે વર્ષથી સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં ખ્યાતિ પ્રાપ્ત બનેલ વહાલુડીના વિવાહના  સંયોજક તરીકે ઉતમ કામગીરી કરીને પોતાના મેનેજમેન્ટનું દર્શન કરાવ્યું છે. રાજકોટમાં ઔદ્યોગીક એકમો, રાજકોટ એન્જિનીયરીંગ એસોસીએશન, મેટોડા જીઆઇડીસી, રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ જેવી સંસ્થાઓમાં પણ વિવિધ જવાબદારી નીભાવી છે.

આજે કિરીટભાઇ આદ્રોજાના જન્મ દિન નિમિતે 'દીકરાનું ઘર' વૃધ્ધાશ્રમ પરિવારના મુકેશ દોશી, અનુપમ દોશી, સુનિલ વોરા, નલીન તન્ના, રાકેશ ભાલાળા, હસુભાઇ રાચ્છ, હરેશભાઇ પરસાણા, ઉપેનભાઇ મોદી, ગૌરાંગ ઠક્કર, કિરીટભાઇ પટેલ, અશ્વિનભાઇ પટેલ, પ્રવિણ હાપલીયા, સુનિલ મહેતા, હરદેવસિંહ જાડેજા, નિદતભાઇ બારોટ તેમજ સંસ્થા પરિવારના સભ્યો તરફથી શુભેચ્છા વર્ષા થઇ રહી છે. મો. ૯૯૭૮૬ ૦૯૪૦૧ રાજકોટ

 

(11:25 am IST)