Gujarati News

Gujarati News

News of Monday, 20th January 2020

વોર્ડ નં.૧૩ના કોર્પોરેટર નીતિન રામાણીનો આજે જન્મદિવસ

રાજકોટ,તા.૨૦: શહેરના વોર્ડ નં.૧૩ના કોર્પોરેટર નીતિનભાઈ રામાણીનો આજે તા. ૨૦ જાન્યુઆરીનાં જન્મદિવસ છે. તેમનો જન્મ તા.૨૦જાન્યુઆરી૧૯૮૨ના રોજ ગોંડલ તાલુકાના નાના માયકા ગામે થયો હતો. તેઓએ યશસ્વી જીવનના ૩૯માં વર્ષમાં પ્રવેશ કર્યો  છે. નિતિનભાઇ ભાજપમાં વોર્ડ સહિતની અનેક જવાબદારી વહન કરી ચૂકયા છે.નીતિનભાઈ રામાણી નાની ઉમરમાં સેવા અને સંગઠન થકી અનેરી સિધ્ધિઓ મેળવી છે. સરળ અને મિલનસાર સ્વભાવના કારણે બહોળું મિત્ર મંડળ ધરાવે છે. તેઓ વિવિધ સામાજીક સંસ્થાઓ, ગરબી મંડળો, વેપારી એસોસિએશન જેવી સંસ્થાઓ સાથે જોડીને લોકસેવાના કાર્ય કરતા રહે છે. તેમની આવી સેવાઓના કારણે તેમને ૧૦૮નું બીરૂદ આપવામાં આવ્યું છે. અને હર હંમેશને માટે લોકોના દુઃખમાં કે સુખમાં લોકોની સાથે રહીયા છે. તેમના જન્મદિવસ નિમિતે તેમના પરિવારજનો વિવિધ સંસ્થાઓ તેમજ મિત્રો દ્વારા (મો.૯૮૭૯૦ ૭૭૦૯૨) ઉપર શુભેચ્છા વરસીરહી છે.

(4:00 pm IST)