Gujarati News

Gujarati News

News of Tuesday, 29th November 2022

સાયબર એકસપર્ટ ગોપાલ વિઠલાણીનો જન્‍મદિવસઃ ૨૭માં વર્ષમાં પ્રવેશ

રાજકોટઃ સાયબર સિકયોરીટી ટ્રેનિંગ સેન્‍ટરના સ્‍થાપક ગોપાલ વિઠલાણીનો આજે ૨૭મો જન્‍મદિન છે. તેમણે અમેરિકન ઇ.સી.કાઉન્‍સિલ યુનિવર્સિટી ન્‍યુ મેકિસકો તથા ગાંધીનગર ખાતે ધીરૂભાઇ અંબાણી યુનિવર્સિટી સહિતના સ્‍થળોથી અભ્‍યાસ અને તાલીમ મેળવેલ છે. અત્રે ઉલ્લેખનીય છે કે તેઓના દાદા ગો.વા.શ્રી એમ.જે.વિઠલાણીએ રાષ્‍ટ્રપતિ સન્‍માનીત સેનાની હતા તેમજ તેઓના પિતા અશ્વિનભાઇ વિઠલાણીએ નંદગોપાલ ભારત ગેસ એજન્‍સીના માલિક છે. તેઓ સાયબર અવેરનેસ ફેલાવવા લોકોની મદદ કરતા રહે છે. ગોપાલ વિઠલાણીને મો ૮૧૪૦૯ ૫૬૭૮૯ પર શુભેચ્‍છાઓ વર્ષી રહી છે.

(4:06 pm IST)