Gujarati News

Gujarati News

News of Saturday, 1st August 2020

ગોંડલ વોટરવર્કસ ચેરમેન અનિલભાઇ માધડનો આજે જન્મદિવસ

ગોંડલ તા.૧ : પાલીકાના વોટરવર્કસ ચેરમેન તેમજ સામાજીક આગેવાન તથા દલિત સમાજના યુવા આગેવાન અનિલભાઇ માધડનો આજે જન્મદિવસ છે. તેઓ જીવનના ૪૬માં વર્ષમાં પ્રવેશ કરેલ છે. અનિલભાઇ પહેલા ગોંડલ નગરપાલીકાના વિજળી શાખાના ચેરમેન રહી ચુકેલ છે.

તેઓએ સમગ્ર ગોંડલ શહેરને એલઇડી લાઇટથી સુશોભિત કરેલ હતુ તેમજ ગોંડલના તુલશીબાગમાં રીનોવેશન કરાવી તેમજ બાળક્રિડાંગણ બનાવી તુલશીબાગને ફરવાલાયક સ્થળ બનાવેલ હતુ તેમજ અનેક સેવાકીય પ્રવૃતિ સાથે જોડાયેલ અનિલભાઇએ ભુતકાળમાં વિપક્ષી નેતા રહી શહેરના અનેક લોકઉપયોગી પ્રશ્નોને વાંચા આપેલ હતી તેમજ હાલમાં વોટરવર્કસ ચેરમેનની સેવા બજાવી રહ્યા છે. ગત ઉનાળામાં શહેરમાં પાણી પ્રશ્ન હલ કરીને લોકચાહના મેળવેલ છે. તેઓ પુર્વ ચેરમેન દિનેશભાઇ માધડના નાનાભાઇ થાય છે ત્યારે સમગ્ર પરિવાર, મિત્રમંડળ અને સગા સ્નેહીઓ તરફથી અનિલભાઇને શુભેચ્છાઓ મળી રહી છે.

 મો. ૯૮૭૯૫ ૯૨૧૯૨

(11:41 am IST)