Gujarati News

Gujarati News

News of Wednesday, 29th July 2020

પુર્વ સંસદ સભ્ય લલિતભાઇ મહેતાનો કાલે જન્મ દિવસ : ૮૪ માં વર્ષમાં પ્રવેશ

રાજકોટ તા. ૨૯ : પૂર્વ સંસદ સભ્ય (રાજયસભા) લલિતભાઇ મહેતાનો કાલે જન્મ દિવસ છે. યશસ્વી જીવનના ૮૪ માં વર્ષમાં પ્રવેશી રહેલ લલિતભાઇ ૪૩ વર્ષ રાજકીય ક્ષેત્રે પ્રવૃત્ત રહ્યા. ગુજરાત ભાજપના ઉપપ્રમુખ તરીકે બે વર્ષ રહી ચુકયા છે. વાંકાનેરમાં વિદ્યાભારતી શૈક્ષણિક સંકુલ, દોશી આંખની હોસ્પિટલ માટે નોંધપાત્ર સેવા આપી રહ્યા છે. ગાયત્રી મંદિર, ફળેશ્વર મંદિર, વૃધ્ધાશ્રમ જેવી પ્રવૃત્તિઓમાં મોખરે રહી સહયોગી બને છે. વાંકાનેર જૈન દેરાસરના સલાહકાર અને વિશા શ્રીમાળી સંઘના પ્રમુખ તરીકે તેમજ રાજકોટની વીવીપી એન્જીનીયરીંગ અને આર્કીટેકચર કોલેજના મેનેજીંગ ટ્રસ્ટી તરીકે છેલ્લા ૪ વર્ષથી સેવા આપી રહ્યા છે. ૨૩ વર્ષથી વાંકાનેરની પાંજરાપોળ ગૌશાળામાં સેવા આપી વિકાસલક્ષી કામગીરી કરી રહ્યા છે. ૪૫ વર્ષથી રાજકોટ નાગરિક સહકારી બેંકમાં વિવિધ જવાબદારીઓ સંભાળવા સાથે આજે પણ બોર્ડ ઓફ ડીરેકટરમાં કાયમી નિમંત્રીત તરીકે સેવારત છે. તેમના મો.૬૩૫૫૮ ૬૫૦૫૫ છે.

(4:04 pm IST)
  • ગાંધીનગરના કોંગ્રેસના ધારાસભ્ય સી.જે.ચાવડાનો કોરોના રિપોર્ટ પોઝીટીવ access_time 7:50 pm IST

  • અયોધ્યામાં રામમંદિરના નિર્માણ સાથે રેલવે સ્ટેશનની પણ કાયાપલટની કરાશે : 104.77 કરોડ રૂપિયાના ખર્ચે અદ્યતન સુવિધાઓ સાથેના રેલવે સ્ટેશનની નવી ડિઝાઇન તૈયાર : ટિકિટ માટેના કાઉન્ટરની સંખ્યા વધશે : 3 એર કન્ડિશન્ડ વેઇટિંગ રૂમ ,17 બેડ સાથેની પુરુષો માટેની તથા 10 બેડ સાથેની મહિલાઓ માટેની ડોર્મેટરી : ફૂટ ઓવર બ્રિજ , ટેક્સી બુથ,વી.આઇ.પી.લોન્જ , ફૂડ પ્લાઝા સ્ટોલ્સ ,સહીત અનેક સુવિધાઓ સાથે યાત્રિકોની સગવડમાં વધારો કરાશે access_time 8:47 pm IST

  • ટીક-ટોક એપ મામલે ચીન ચારે બાજુથી ઘેરાયું : હવે ઓસ્ટ્રેલિયા પણ પ્રતિબંધ મુકવાની તૈયારીમાં : જાપાનમાં પણ તપાસ ચાલુ : ભારતમાં ચીનની 106 એપ ઉપર પ્રતિબંધ મુકાઈ ગયેલો જ છે access_time 8:26 pm IST