Gujarati News

Gujarati News

News of Tuesday, 28th July 2020

પરવાહ નહિ ચાહે જમાના કિતના ભી ખિલાફ હો,ચલુંગા ઉસી રાહ પર જો સીધી ઔર સાફ હો

ઉગ્યો સ્વર્ણિમ સૂરજ, ખોવાઇ ગઇ રાત,થયુ મયુર શાહની વર્ષગાંઠનું રૂડુ પ્રભાત

રાજકોટ : પ્રસ્તુતિમાં પારંગત, સિધ્ધાંતોમાં સમતોલ, આંધી સામે અડીખમ, જનતામાં જાણીતા અને સૌમાં સવાયા સમાજસેવક શ્રી મયુરભાઇ શાહ માટે ધન્ય આજની ઘડી રળિયામણી, જન્મદિનની વધામણી...

રાજકોટમાં ભવ્ય રીતે ઉજવાતા ભગવાન મહાવીર સ્વામી જન્મ કલ્યાણક મહોત્સવ સમિતિના સદસ્ય, શ્રી પંચનાથ સાર્વજનિક મેડીકલ ટ્રસ્ટના ટ્રસ્ટી અને જાણીતા જૈન શ્રેષ્ઠી શ્રી મયુરભાઇ શાહનો આજે જન્મ દિવસ છે. જીવનમાં હંમેશા પરગજુ પ્રવૃતિ અને સાધુ-સંતોની વૈયાવચ્યમાં અગ્રેસર અને મિલનસાર સ્વભાવનાં મયુરભાઇનાં જન્મ દિવસે શાસ્ત્ર દિવાકર પૂ. મનોહરમુની મહારાજ સાહેબ, પરમ શ્રધ્ધેય પ.ૂ. ધીરજમુનિ મહારાજ સાહેબ, પૂ. શ્રી નયન પદ્મસાગર સુરીશ્વરજી મ. સા. અને રાષ્ટ્ર સંત પૂ. નમ્રમુનિ મહારાજ સાહેબે આશિર્વાદ પાઠવ્યા છે. ગુજરાત રાજયનાં  મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી અને શ્રીમતી અંજલીબેન રૂપાણી, ધારાસભ્યશ્રી ગોવિંદભાઇ પટેલ, તથા અરવિંદભાઇ રૈયાણી, સાંસદ શ્રી મોહનભાઇ કુંડારીયા, કર્ણાટક રાજયનાં રાજયપાલ શ્રી વજુભાઇ વાળા, મેયરશ્રી બીનાબેન આચાર્ય, ડેપ્યુટી મેયરશ્રી અશ્વિનભાઇ મોલીયા, શહેર ભાજપ અધ્યક્ષ શ્રી કમલેશભાઇ મીરાણી, ધનસુખભાઇ ભંડેરી, ચેરમેનશ્રી મ્યુનિસીપલ ફાયનાન્સ બોર્ડ -ગાંધીનગર પૂર્વ પ્રમુખરી નિતીનભાઇ ભારદ્વાજ અને સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન શ્રી ઉદયભાઇ કાનગડ, મહામંત્રીશ્રી જીતુભાઇ કોઠારી અને દેવાંગભાઇ માંકડ, શ્રી નરેન્દ્રસિંહ ઠાકોર, ચેરમેનશ્રી શિક્ષણ સમિતિ જૈન શ્રેષ્ઠીશ્રી ચંદ્રકાંતભાઇ શેઠ, જીતુભાઇ મારવાડી, જીતુભાઇ બેનાણી, હરેશભાઇ વોરા, નીતિનભાઇ કામદાર, દિનેશભાઇ પારેખ, મેહુલ દામાણી, જયેશ વસા, સુજીત ઉદાણી સહિતનાં અનેક મહાનુભાવો ઉપરાંત મયુરભાઇની લાડકી દિકરીઓ કિંજલ અને રાજવીએ શુભેચ્છા પાઠવી છે.

સિંહની ગર્જના જેવો અવાજ એમની ખાસીયત રહી છે. બી.કોમ. સુધીનો અભ્યાસ કરનાર અને હાલમાં કીંજલ પ્રોપર્ટીઝનું સંચાલન કરતા મયુરભાઇ શાહ ભુતકાળમાં જૈન સોશ્યલ ગ્રુપ રાજકોટ મીડટાઉનનાં પ્રમુખ તરીકે સેવા આપી ચુકયા છે. સંગીત, વાંચન અને પ્રવાસનો શોખ ધરાવનાર અને અનેકવિધ સેવાકીય- સામાજીક સંસ્થાઓ જેવી કે શ્રી પંચનાથ મહાદેવ ટ્રસ્ટ અને શ્રી પંચનાથ એનીમલ હોસ્પિટલમાં ચેરમેન તરીકે તેમજ જૈનમ્ જૈન ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન, વિશ્વ વણિક સંગઠન, દશાશ્રીમાળી જૈન સમાજ, દીકરાનું ઘર-વૃધ્ધાશ્રમ, ફિલ્ડ માર્શલ બ્લડ બેંક, સ્થાનકવાસી જૈન શેઠ ઉપાશ્રય સાથે સંકળાયેલા છે. ભારતીય જનતા પક્ષમાં સતત બે ટર્મમાં કોષાધ્યક્ષ તેમજ રાજકોટ નગરપ્રાથમિક શિક્ષણ સમિતિના પૂર્વ સદસ્ય, લોકસભાનાં ઉમેદવારનાં ત્રણ વાર અંગત મદદનીશ તરીકેની જવાબદારી સક્રિયતાથી સંભાળેલ હતી.  ઉપરાંત રાજકોટ ડીસ્ટ્રીકટ ટેલીકોમ એડવાઇઝરી બોર્ડનાં સદસ્ય તરીકે સતત બે ટર્મમાં સેવા આપી ચુકેલ છે. હાલમાં તેઓ ગુજરાત રાજયનાં ચાઇલ્ડ રાઇટસ કમીશનનાં ડીરેકટર તરીકે ઉત્કૃષ્ટ સેવા આપી રહ્યા છે. શ્રી મયુરભાઇ શાહને મો. નં. ૯૩૭૪૧ ૦૦૦૭પ, ૯૪ર૮ર ૦૦૦૭પ ઉપર અનરાધાર વર્ષા થઇ રહી છે.

(11:36 am IST)
  • રાજ્યના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ભગવાન દ્ધારકાધિશના દશઁન કરી શિશ જુકાવી અને કોરોના માથી વિશ્ર્વ મુક્ત થાય તે માટે પ્રાથના કરી access_time 10:44 pm IST

  • રાજકોટમાં દૂધની ડેરી પાસે થયેલ આરીફ ચાવડાની હત્યાનો મામલે પ્ર.નગર પોલીસે 2 શખ્સોની કરી ધરપકડ: ગણતરીની મિનિટોમાં પ્ર નગર પોલીસે 2 શખ્સોની ધરપકડ કરી access_time 11:52 pm IST

  • દેશમાં કોરોનાના કહેર વચ્ચે અત્યાર સુધીમાં સૌથી વધુ એક જ દિવસમાં રેકોર્ડબ્રેક 51232 દર્દીઓ રિકવર થયા :મહારાષ્ટ્રમાં નવા કેસ કરતા સ્વસ્થ થનાર દર્દીની સંખ્યા વધુ : દેશમાં કોરોનાના સૌથી વધુ કેસ ધરાવતા મહારાષ્ટ્રમાં નવા 8601 કેસ નોંધાયા જયારે 10,725 દર્દીઓ સાજા થયા: તામિલનાડુમાં નવા 5879 કેસ સામે 7010 દર્દીઓ સાજા થયા અને આંધ્રપ્રદેશમાં નવા 9276 કેસ સામે 12,750 લોકોએ કોરોના સામે જંગ જીત્યો access_time 11:34 pm IST