Gujarati News

Gujarati News

News of Monday, 27th July 2020

ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ જશુમતીબેન કોરાટનો જન્મદિવસ

જેતપુર તા.ર૭ : ભાજપ ગુજરાત રાજ ઉપાધ્યક્ષ પુર્વ કેબીનેટ મંત્રી જશુમતીબેન કોરાટનો આજે જન્મદિવસ છે. કોરાટ પરિવારના એક સભ્ય નહી પરંતુ તમામે સેવાનો ભેખ ધારણ કર્યો હોય. સમાજ સેવા તેમનો ધર્મ બની ગયો છે. સ્વ. સવજીભાઇ કોરાટે પણ પોતાનું જીવન સમાજ સેવાને અર્પણ કરેલ. જશુમતીબેન કોરાટે  ગ્રામ  સરપંચથી સેવાની સફર શરૂ કરી ધારાસભ્ય અને કેબીનેટ મંત્રી સુધીની જવાબદારી નિભાવેલ.

હાલ તેઓ પ્રદેશ ઉપાધ્યક્ષની જવાબદારી  નિભાવી રહયા છે. તેના પુત્ર પ્રશાંતભાઇ પણ માતા-પિતાના પગલે સમાજ સેવામાં ઝંપલાવીને હાલ યુવા ભાજપ જીલ્લા પ્રમુખની જવાબદારી નિભાવી રહયા છે. જશુમતીબેન કોરાટના જનમદિવસે તેમનો મો.નં.૯૪ર૬ર ૦ર૧૯૯ ઉપર શુભેચ્છા મળી રહી છે.

(1:01 pm IST)