Gujarati News

Gujarati News

News of Monday, 27th July 2020

એડવોકેટ અને મહિલા ગૌરવ એવોર્ડ વિનર હિનાબેન દવેનો જન્મદિવસ

રાજકોટ,તા.૨૭ : મહિલા સશકિતકરણ HIV/AIDSજન-જાગૃતી તથા સમાજનાં કચડાયેલા વર્ગોમાં માનવ અધિકારો પરત્વે છેલ્લા દોઢ દાયકાથી સક્રિય કામગીરી કરનાર જાણીતા એડવોકેટ અને મહિલા ગૌરવ એવોર્ડ વિજેતા હિનાબેન દવેનો આજે જન્મદિવસ છે.

શહેરની ઘણી બધી સંસ્થા દ્વારા ઢગલા બંધ એવોર્ડ મેળવી ચુકયા છે. રાઉન્ડ ધી કલોક ૨૪*૭ માનવ અધિકારો તથા HIV/AIDS માટે માર્ગદર્શનની સેવા આપી રહ્યા છે.

આજે રૂડા-૨ની સામે બેંક ઓફ ઇન્ડિયાATMની બાજુમાં ઓફીસ નં.૨ સદગુરૂનગર સોસાયટી ગાર્ડન સામે યુની. રોડ પર સાંજે ૫ થી ૭ વિનામુલ્યે માર્ગદર્શન આપનાર છે. તેઓ ભૂતપૂર્વ ટી.ડીેઓ ડેપ્યુટી કલેકટરના પુત્રી છે. તેઓ ઘણા બધા મેગેઝીનોમાંNGOમાં બેંકો તથા મંડળીમાં યુવાનો માટે કાઉન્સેલીંગ સેમિનાર પણ યોજે છે. આજે તેમના જન્મદિવસે તેમના મો. ૯૪૨૭૫ ૬૨૮૮૯ ઉપર શુભેચ્છા વર્ષા થઇ રહી છે.

(11:04 am IST)