Gujarati News

Gujarati News

News of Saturday, 25th July 2020

જસદણઃ વ્હોરા સમાજના મહિલા અગ્રણી દુરૈયાબેનનો જન્મ દિવસ

જસદણ :.. રાજકોટ દિવાનપરા વિસ્તારમાં રહેતાં દાઉદી વ્હોરા સમાજના મહિલા અગ્રણી દુરૈયાબેન મુસાણી (મો. ૮૪૮પ૯ ૧૯૭પર)નો આજે જન્મ દિન છે.

વિદ્યાર્થી અવસ્થાથી જ માણસનો અવતાર હોય તો માણસને ગમે તેવી પરીસ્થિતી સંજોગોમાં કંઇક કામ લાગવું જોઇએ અને એમનાં દુઃખમાં આમંત્રણ વગર દોડવું જોઇએ એવું દ્રઢપણે માનનારા દુરૈયાબેન ઘણાં વર્ષોથી  વ્યસ્ત ગૃહીણી હોવા છતાં લોકહીતના કામમાં હંમેશા સમય કાઢી અવારનવાર લોકોને મદદરૂપ બનતા રહે છે શહેરની સામાજિક સેવાકીય શૈક્ષણિક વૈદકીય રાજકીય મહિલા ધાર્મિક સંસ્થાઓ સાથે જોડાય અનેક લોકકાર્ય કરે છે. લોકડાઉન અને અનલોકમાં વ્હોરા મહિલા મંડળ સાથે કર્યુ કે આ કામથી જરૂરીયાતમંંદ અને ગરીબ હજજારો બાળકીઓને મદદરૂપ થયેલ. જુના ટુ પીસ રંગબેરંગી બુરખામાંથી સગીરવયની બાળકીઓ માટે ફ્રોક બનાવી ગરીબ બાળકીઓને રાજકોટના જુદા જુદા વિસ્તારોમાં માન સન્માન સાથે વિનામુલ્યે બે હજાર જેટલા ફ્રોકનું વિતરણ કરેલ હતું. તેમને જન્મદિનની શુભેચ્છા મો. ૮૪૮પ૯ ૧૯૭પર ઉપર મળી રહી છે.

(12:46 pm IST)