Gujarati News

Gujarati News

News of Friday, 24th July 2020

દોશી હોસ્પિટલના ઓર્થોપેડીક -જોઇન્ટ રિપ્લેસમેન્ટ સર્જન ડો. અભિષેક ગોલનો જન્મદિન

રાજકોટ તા.ર૪ : એચ.જે. દોશી હોસ્પિટલમાં ઓર્થોપેડીક સર્જન તરીકે ફરજ બજાવતા ડો. અભિષેક ગોલનો આજે  જન્મદિવસ છે. તેઓ પ્રગતિશીલ જીવનના ૨૭ વર્ષ પૂર્ણ કરી ૨૮માં વર્ષમાં પ્રવેશી રહયા છે.

ગોંડલ તાલુકાના દેરડી(કુંભાજી)ના વતની ડો. અભિષેક ગોલ વિદ્યાર્થીકાળથી જ તેજસ્વી કારકીર્દી ધરાવે છે. ધો. ૧ર માં રાજય કક્ષાએ બોર્ડમાં ત્રીજુ સ્થાન હાંસલ કરનાર ડો. અભિષેકે અમદાવાદની બી.જે. મેડીકલ કોલેજ માંથી એમબીબીએસ અને એમ.એસ.ઓર્થોપેડીકની ડીગ્રી પ્રાપ્ત કરી છે. ર૦૦૯ થી ર૦ર૦ સુધી અમદાવાદ સીવીલ ખાતે તેઓ અભ્યાસ અને ઇન્ટરશીપ તેમજ સેવિયર જોઇન્ટ રીપ્લેસમેન્ટ હોસ્પિટલમાં કામનો અનુભવ ધરાવે છે. દેરડી તથા આસપાસના વિસ્તારમાં તબીબી ક્ષેત્રે નામ ધરાવતા ડો. કાંતીભાઇ ગોલના પુત્ર ડો. અભિષેક ગોલને જન્મદિવસની શુભેચ્છા (મો. ૯પ૧રપ ૧૮૬૧૫) ઓ વરસી રહી છે.

(4:02 pm IST)