Gujarati News

Gujarati News

News of Friday, 24th July 2020

કાલાવડ તાલુકાના પત્રકાર કૌશીકભાઇ ગમઢાનો આજે જન્મદિન

ખીરસરા તા. ર૪ : કાલાવડ તાલુકાના નિકાવાના રહીશ કાલાવડ તાલુકાના પત્રકાર કૌશિકભાઇ ગમઢા-પત્રકારનો આજે જન્મ દિવસ છે. જીવનના ૩ર વર્ષ પૂર્ણ કરી ૩૩ માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે.

નિકાવા ગમઢા પરિવારના તેઓ પ્રમુખ તરીકે ઘણા વર્ષોથી સારી એવી ફરજ બજાવી રહ્યા છે. તેમજ રાજકોટ સ્થિત ગેલેકસી ઘરઘંટીના ડાયરેકટર તરીકે જવાબદારી નિભાવી રહ્યા છે. તેમજ શિક્ષણ ક્ષેત્રે સાલ ર૦૧૦માં ગ્રેજયુએશન કરી ર૦૧૩માં ં માસ્ટર ગ્રેજયુએશનની ડિગ્રી એનાયત કરેલ. તેમજ ર૦૧૬માં બેચરલ ઓફ જર્નાલીઝમની પદવી મેળવી પત્રકારત્વ ક્ષેત્રે નામના મેળવી છે. જન્મ દિવસ નિમિતે તેમના મો.૯૮રપ૭ ર૯૬૦૧ ઉપર ઠેર-ઠેરથી અભિનંદન મળી રહ્યા છે.

(11:35 am IST)