Gujarati News

Gujarati News

News of Friday, 24th July 2020

ગોંડલ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ચંદુભાઇ ડાભીનો જન્મદિવસ

ગોંડલ,તા.૨૪: નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ચંદુભાઈ મોહનભાઈ ડાભી નો આજે જન્મદિવસ છે. તા. ૨૪/૦૭/૧૯૭૦માં જન્મેલા ચંદુભાઈ ડાભી જીવન સફરના ૫૦ વર્ષ પૂર્ણ કરી ૫૧માં વર્ષમાં પ્રવેશ કરી રહેલ છે.

જાહેર જીવનના સંસ્કાર અને પ્રેરણા ગણ ગૂંથીમાં જ મળ્યા હોય તેમ નાની વયથી જ જાહેર જીવનમાં પ્રવેશી ગોંડલ શહેર બક્ષીપંચ મોરચાના પ્રમુખ બની ગુજરાત ભરમાં નોંધનીય સંગઠન ઉભુ કર્યું હતું. નગરપાલિકામાં બાંધકામ શાખાના ચેરમેન તરીકે સેવા શહેરના વિકાસની ગાડી દોડતી કરી હતી અને હાલ પાલિકાના સદસ્ય તરીકે પણ સેવા આપી રહ્યા છે કોરોના મહામારી ના લોકડાઉનના કપરા સમયે પણ રાહત રસોડા શરૂ કરી ભૂખ્યાઓને જઠરાગ્નિ તૃપ્ત કરવામાં સિંહફાળો આપ્યો હતો આવા તેમના મોબાઈલ નંબર ૯૯૭૯૨૪૧૫૫૫ ઉપર જન્મદિનની  શુભેચ્છાઓનો મળી રહેલ છે.

(11:28 am IST)