Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd July 2020

જસદણ નિઃસ્વાર્થ સેવા સમિતિના પ્રમુખ મેહુલભાઈ સંઘવીનો આજે જન્મદિવસ

જસદણ, તા ૨૨: જસદણ નિઃસ્વાર્થ સેવા સમિતિના પ્રમુખ અને જસદણ વિધાનસભા કોંગ્રેસ સોશિયલ મીડિયા ડિપાર્ટમેન્ટના કોર્ડિનેટર તેમજ વેસ્ટર્ન રેલ્વે રાજકોટ ડિવીઝનના પૂર્વ ડી.આર.યુ.સી.સી. (રેલ્વે બોર્ડ) મેમ્બર અને યુવા વેપારી અગ્રણી મેહુલભાઈ સંઘવીનો જન્મ ૨૨ જુલાઈ ૧૯૭૪ ના રોજ થયો હતો. મેહુલભાઈ આજે તેમના યશસ્વી જીવનના ૪૭ માં વર્ષમાં પ્રવેશી રહ્યા છે.

બહોળો મિત્ર વર્તુળ ધરાવતા મેહુલભાઈએ ૧૯૯૨ થી જાહેર જીવનની શરૂઆત કરી યુવા લડાયક નેતા તરીકેની નામના મેળવનાર મેહુલભાઈએ જસદણ શહેરના વેપારીઓ અને શહેરીજનોના વિવિધ પ્રશ્ને તેમજ સેવાકીય ક્ષેત્રે અગ્રેસર રહી સારી એવી લોકચાહના હાંસલ કરી છે. કોરોના મહામારીમાં જસદણ શહેરમાં સંકટની પરિસ્થિતિ ઉદભવતા લોકોને મદદરૂપ થવાના દ્રઢ સંકલ્પ સાથે નિઃસ્વાર્થ સેવા સમિતિની રચના કરી પ્રથમ લોકડાઉનના પહેલા દિવસથી શરૂ કરેલો સેવાયજ્ઞ આજ દિવસ સુધી પણ શરૂ રાખી પ્રસંશનીય સેવાકાર્ય કરતા અનેક સામાજીક - સેવાકીય સંસ્થાઓએ વિશિષ્ટ સેવા સન્માન પત્ર અર્પી તેમની સેવાકીય પ્રવૃતિને બિરદાવેલ છે. સોશિયલ મીડિયા ક્ષેત્રે બહોળો અનુભવ ધરાવતા મેહુલભાઈએ પોતાની કોઠાસૂઝથી સોશિયલ મીડિયા ક્ષેત્રે ફેસબુક - વોટ્સએપ - ટવિટર ના માધ્યમથી લોક પ્રશ્નોને વાચા આપવા કોંગ્રેસના પ્રજાલક્ષી કાર્યોને લોકો સુધી પહોંચાડવા - ભ્રષ્ટાચારીઓને ખુલ્લા પાડવા - વિરોધીઓને યોગ્ય જવાબ આપવા તેમજ દેશ અને દુનિયામાં બનતી વિવિધ રોજીંદી ઘટનાઓની સમયસર જાણકારી પહોંચાડવી તેમજ જસદણ - વિંછીયા વિસ્તારમાં કોંગ્રેસ પક્ષને વધુ મજબુત બનાવવા જસદણ કોંગ્રેસ સોશિયલ મીડિયાએ મહત્વનો ભાગ ભજવ્યો છે. હાલના સમયમાં જસદણ કોંગ્રેસ સોશિયલ મીડિયામાં ચાહકોની સંખ્યા વટવૃક્ષની જેમ અનેકગણી વધતી રહી છે રાજકોટ જીલ્લા - પ્રદેશ થી લઈને કોંગ્રેસના રાષ્ટ્રીય નેતાઓ અને આગેવાનોને જસદણ કોંગ્રેસ સોશિયલ મીડિયા સાથે જોડવા મેહુલભાઈએ ખૂબ સારી એવી સફળતા પ્રાપ્ત કરી છે. મેહુલભાઈ સંઘવી જસદણ શહેરની વિવિધ સામાજીક - સેવાકીય સંસ્થાઓ સાથે સક્રિયતાથી સંકળાયેલા છે આજે મેહુલભાઈ ના જન્મદિવસ નિમિતે તેમના મોબાઈલ નં ૮૦૦૦૦૯૮૯૦૦ અને ૯૪૨૭૨૩૮૮૮૦ ઉપર શુભેચ્છાનો વરસાદ વરસી રહ્યો છે.

(11:30 am IST)
  • અયોધ્યામાં રામમંદિરના નિર્માણ સાથે રેલવે સ્ટેશનની પણ કાયાપલટની કરાશે : 104.77 કરોડ રૂપિયાના ખર્ચે અદ્યતન સુવિધાઓ સાથેના રેલવે સ્ટેશનની નવી ડિઝાઇન તૈયાર : ટિકિટ માટેના કાઉન્ટરની સંખ્યા વધશે : 3 એર કન્ડિશન્ડ વેઇટિંગ રૂમ ,17 બેડ સાથેની પુરુષો માટેની તથા 10 બેડ સાથેની મહિલાઓ માટેની ડોર્મેટરી : ફૂટ ઓવર બ્રિજ , ટેક્સી બુથ,વી.આઇ.પી.લોન્જ , ફૂડ પ્લાઝા સ્ટોલ્સ ,સહીત અનેક સુવિધાઓ સાથે યાત્રિકોની સગવડમાં વધારો કરાશે access_time 8:47 pm IST

  • પોંડિચેરીમાં કોરોનાના નવા 200 કેસ પોઝિટીવ નોંધાયા: કુલ કેસની સંખ્યા 3806 થઇ : 1445 એક્ટિવ કેસ અને 2309 દર્દીઓ સ્વસ્થ થયા: મૃત્યુઆંક 52 access_time 12:42 am IST

  • એક સમયે ગુનેહગારોના હાજા ગગળાવતા કર્મઠ રિટાયર્ડ પોલીસ અધિકારી શ્રી સુખદેવસિંહજી ઝાલા, પોતાનું નિવૃતિ જીવન ગાયત્રી પરિવારના નિર્મળ સન્યાસી તરીકે વ્યતીત કરી રહ્યા છે. access_time 4:42 pm IST