Gujarati News

Gujarati News

News of Tuesday, 24th November 2020

રાજકોટ વેટના જોઈન્ટ કમિશ્નર ત્રિવેદીને જન્મ દિવસ શુભેચ્છા વરસાદ વધે નામના એવી અમારી કામના

રાજકોટ, તા. ૨૪ :. રાજકોટ વેટના જોઈન્ટ કમિશ્નર અને તાજેતરમાં થોડા માસ પહેલા અબજો-કરોડોનું બીલીંગ કૌભાંડ ઝડપી લેનાર શ્રી ડી.વી. ત્રિવેદીને તેમના જન્મ દિવસ સંદર્ભે અધિકારીઓ-કર્મચારીઓ-મિત્રો દ્વારા શુભેચ્છા વરસાદ વરસી રહ્યો છે. તેમણે ૫૪ માં વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે.

૧૯૯૫ની બેચના આ અધિકારી ભારે કડક અમલદાર ગણાય છે. સેલટેક્ષ ઓફિસર તરીકે પ્રથમ પોસ્ટીંગ મેળવી ૨૦૦૨માં આસિ. કમિશ્નર, ૨૦૧૨માં ડે. કમિશ્નર અને ૨૦૧૮માં પ્રમોશન મેળવી જોઈન્ટ કમિશ્નર બન્યા. તેમણે જ્યાં જ્યાં કામગીરી બજાવી રેવન્યુમા ઉતરોતર વધારો કરી ચાર ચાંદ લગાવી દીધા. તેઓ એમએસસી એગ્રીકલ્ચરમાં ગોલ્ડ મેડાલીસ્ટ ધરાવે છે. હાલ ડિવીઝનલ હેડ તરીકે રાજકોટમાં ફરજ બજાવી રહ્યા છે.

(11:55 am IST)