Gujarati News

Gujarati News

News of Tuesday, 30th June 2020

પોરબંદરના પ્રજા વત્સલ અને શિક્ષણપ્રેમી રાજવી નટવરસિંહજીનો આજે જન્મદિન

પોરબંદર, તા.૩૦:  પ્રજાપ્રેમી રાજવી નટવરસિંહજીનો આજે ૧૨૦ મો જન્મદિન છે.

પોરબંદર સ્ટેટના હજૂર પેલેસમાં એક વખત મિજલસ ચાલી રહી હતી. અંગ્રેજ વહીવટના ઉચ્ચ અધિકારીઓ, રાજયના અનેક મહેમાનો અને રાજયના ભાયાતો અને ગામડાઓના પટેલો મહારાજાના આમંત્રણ પર એકઠા થયા હતા. મિજલસ હવે પૂરી થવા પર હતી એવા માં એક ગામના પટેલ થય મહારાજા નેઙ્ગ કહે છે, ' હેવ વરે તું આવજે અને હું પધારા'. ( હવે તમે મારા ઘરે આવો પછી હું પધારિશ.)  આ સત્ય ઘટના છે પોરબંદર ના રાજવી નટવરસિંહજી ભાવસિંહજી જેઠવાની મીજલસની આ અંગે વાત કરતા હજૂર પેલેસ ના પીએસ સુમંશિંજી ગોહિલે કહ્યું કે, સ્ટેટના રબારી, મેર,ખારવા સમાજની મહારાજા નટવરસિંહજી પ્રત્યે એટલી લાગણી હતી કે મહારાજ આ લોકો તેમને તુંકારો આપીને બોલાવતા તો પણ તેઓ ખોટું નહિ લગાવતા ઉપર જે મિજલસની વાત થયેય મિજલસ મહારાજ કોઈ મેહમાન આ અંગે મહારાજ નેઙ્ગ પૂછ્યું નટવસિંહજી એ હસી ને જવાબ આપ્યો કે, આતો મારી પ્રજા, એમનો પ્રેમ છે મારા પ્રત્યે. એમને હું ખરાબ કેમ લગાવું.આવું પ્રજાપ્રેમી વલણ ધરાવતા રાજવીને પણ પ્રજા દિલો જાનથી પ્રેમ કરતી હતી. ૩૦ જૂન ૧૯૦૧માં પોરબંદરના ભાવસિંહજી મહારાજ અને મહારાણી રામબા સાહેબને ત્યાં જન્મેલા નટવરસિંહજી ખરા અર્થ માં ભારતમાં રાજાશાહી યુગના અંત અને સાક્ષી અને પોરબંદરની પ્રજા પર પ્રજાપ્રેમી રાજવીની અનંત છાપ છોડનાર મહારાજ હતા.તેમનું શિક્ષણ પોરબંદર અને ત્યાર બાદ રાજકુમાર (આર.કે.સી.) કોલેજ રાજકોટ ખાતે થયેલું. ૨૬ જાન્યુઆરી ૧૯૨૦ ના રોજ તેમનો રાજયાભિષેક થયો ત્યારે તેમની ઉંમર માત્ર ૧૮ વર્ષ હતી. રાજયાભિષેકના ૨૫ દિવસ બાદ ૫ ફેબ્રુઆરી ૧૯૨૦ ના રોજ તેમના લગ્ન લીંબડીના ઠાકોર દોલતસિંહજીના પુત્રી શ્રી રૂપાળીબા સાહેબ સાથે થયા હતા. તેમને પોતાનુ સંતાન ન હોય તેમણે શ્રીનગરના રાજવી પરિવાર શિવસિંહજીના પુત્ર ઉદયભાન ને ૧૨ જૂન ૧૯૪૧ દતક લઇ તેમને યુવરાજ ઘોષિત કર્યા હતા.નટવરસિંહજી યુવાવસ્થાથી કલા અને રમત પ્રેમી હતા. મુઝિશીયન,લેખક, ચિત્રકાર અને ક્રિકેટર એવા નટવરસિંહ જી તેમનો કાર પ્રત્યેનો પ્રેમ પણ અદભૂત હતો. તેમને વાંચ્યાનો પણ અનેરો શોખ હતો.તેમને તેમના જીવન કાળમાં ૫૫૦૦૦ થી વધુ પુસ્તક વાંચ્યા હતી.

ભારત એક ક્રિકેટ પ્રેમી દેશ છે. છતાં ૯૯ ટકા લોકો નહિ જાણતા હોય કે ૧૯૩૨માં ઇંગ્લેન્ડ ખાતે રમાયેલી ભારતની પ્રથમ ટેસ્ટ મેચ માટે કેપ્ટન માટે મહારાજા નટવરસિંહજીની પસંદગી થઇ હતી. પરંતુ તેમની નાદુરસ્તી ને કારણેઙ્ગ સી.કે.નાયડુ ને કેપ્ટન શિપ સોંપી હતી. નટવરસિંહ જી એ પ્રથમ ટેસ્ટ ટુરમાં ૨૬ ફર્સ્ટ કલાસ મેચમાંથી ફકત ૪ મેચ રમ્યા હતા. 

પોરબંદર સ્ટેટમાં શિક્ષણ શેત્રે નટવરસિંહજીનો બહુઙ્ગ મોટો ફાળો છે. ૧૯૫૫ માં પોરબંદરની પ્રજા માટે શિક્ષણ સંસ્થા શરૂ કરી હતી. એ સમયે નટવર સિંહજી ઊટી ખાતે તેમના રેસીડેન્સ આરામ કરવા ગયેલા હતા. તેમને તાત્કાલિક અસર થી રાજવી પરિવારનોઙ્ગ 'દરીયા મહેલ' હાલ આર.જી.ટી. કોલોગે અને ૧૦૦ વીઘા જમીન સરકાર ફકત શિક્ષણ હેતુ વપરાશ માટે આપવા યુવરાજ ઉદયભાનાસિંહજીને ફરમાન કર્યું હતું. આ ઉપરાંત પોરબંદરના આર્કિટેકચરમાં તેમનું આગવું યોગદાન હતું.૧૯૪૨ રાજમાતા રામબા સાહેબ અને ૧૯૪૩ ૨૬ ઓકટોબર રૂપાળીબા સાહેબના અવસાન મહારાજા નટવરસિંહજીને અંદર થી હચમચાવી નાખ્યા હતા. અને બંને સ્ત્રી તેમના જીવન પર મોટો પ્રભાવ હતો. આ ઘટના ઓ બાદ તેઓ માનસિક શાંતિ માટે તેમના ઊટી ખાતે ના નિવાસ સ્થાન પર આરામ માટે ચાલ્યા ગયા હતા. જયાં તેમની મુલાકાત સિલ્વા એલાયન્સ પાછળથી મહારાણી અનંત કુંવરબા સાથે થઇ હતી. તેમને અનંતકુવરબા સાહેબ સાથે ૧૯૫૪ ની ૨૦ નવેમ્બરમાં રોજ ૫૩ વર્ષની ઉંમરે લગ્ન કર્યા હતા.

મહારાજા નટવરસિંહજીનુ ૫ ઓકટોબર ૧૯૭૯ માં સ્વર્ગ વાસ થયો હતો. તેમનો સ્વર્ગવાસનો દિવસ આજે પણ પોરબંદરની પ્રજા દિલોદિમાગમાં અકબંધ છે.

(12:43 pm IST)
  • વિધાનસભાની પેટાચૂંટણી બાદ કોંગીના પ્રદેશ અધ્યક્ષ અને વિપક્ષી નેતા બદલાશે ? : ગુજરાત કોંગ્રેસમાં નેતૃત્વ બદલાવવા અંગે હાઇકમાન્ડમાં મંથનઃ રાજસ્થાન, બિહાર, આસામમાં પણ પ્રદેશ અધ્યક્ષ બદલાઇ શકે છે. access_time 12:57 pm IST

  • ભારત-ચીન વચ્ચે ૧૨ કલાક સુધી ચાલી કોર કમિટિની બેઠક : ગઇકાલે ભારત અને ચીન વચ્ચે કોર કમિટિની બેઠક ૧૨ કલાક સુધી ચાલી. ભારતે ચીનને ૨૨ જુને થયેલી સહમતીને ઝડપી અમલ બનાવવા માટે કહ્યું એલએસીથી ચીનના સૈનીકો ઓછા કરવા માટે સહમતી બની હતી. ૨૨ જુને બનેલી સહમતીની પરીક્ષા પણ કરવામાં આવી અને ચીને સેના પાછી હટાવવાનું કહી ફરી ગયાની વાતપણ ભારતે કરી હતી. access_time 12:58 pm IST

  • ગુજરાતની 8 બેઠકો પરની પેટાચૂંટણીને પગલે GAS કેડરના અધિકારીની બદલી access_time 9:13 pm IST