Gujarati News

Gujarati News

News of Monday, 29th June 2020

સાવરકુંડલાના મુસ્લિમ અગ્રણી ઇરફાનભાઇ કુરેશીનો જન્મદિન

સાવરકુંડલા,તા.૨૯: શહેરના કોમી એકતાના કાર્યોમાં અગ્રેસર અને પૂર્વ મુસ્લિમ સમાજના પ્રમુખ ઇરફાનભાઇ કુરેશીનો જન્મદિવસ છે. તેઓ ૩૬ વર્ષ પૂર્ણ કરી ૩૭માં વર્ષમાં પ્રવેશ કરી રહેલ છે.

તેઓ મહોરમ હોય કે રામ નોવમી હોય કે હિન્દુ -મુસ્લિમો નો કોઇ પણ તહેવાર હોય તો પણ તે તહેવારો કોમી એકતા અને ભાઇચારની લાગણી વચ્ચે યોજવા હમેશા આગળ હોય છે.

તેમજ હિન્દુ અને મુસ્લિમભાઇઓના સુખ દુઃખના કાર્યમાં અડધી રાતનો હોંકારો આપે છે.પોતે બિનરાજકીય હોવા છતાં મુસ્લિમ સમાજનું કામ હોય કે બીજા અન્ય કોઇ પણનું કામ હોય તે કરવાની છે તે આવડત ધરાવે છે. તેઓને જન્મદિવસે નિમિતે તેમનું વિશાળ મિત્ર પરિવાર અને સામાજિક આગેવાનો શુભેચ્છા મોબાઇલ નંબર ૮૪૯૦૦ ૩૨૦૦૦ ઉપર આવી રહેલ છે.

(12:47 pm IST)
  • ભારત-ચીન વચ્ચે ૧૨ કલાક સુધી ચાલી કોર કમિટિની બેઠક : ગઇકાલે ભારત અને ચીન વચ્ચે કોર કમિટિની બેઠક ૧૨ કલાક સુધી ચાલી. ભારતે ચીનને ૨૨ જુને થયેલી સહમતીને ઝડપી અમલ બનાવવા માટે કહ્યું એલએસીથી ચીનના સૈનીકો ઓછા કરવા માટે સહમતી બની હતી. ૨૨ જુને બનેલી સહમતીની પરીક્ષા પણ કરવામાં આવી અને ચીને સેના પાછી હટાવવાનું કહી ફરી ગયાની વાતપણ ભારતે કરી હતી. access_time 12:58 pm IST

  • ગુજરાતની 8 બેઠકો પરની પેટાચૂંટણીને પગલે GAS કેડરના અધિકારીની બદલી access_time 9:13 pm IST

  • ટૂંકા ગાળામાં કેપ્ટન તરીકે જો રૂટનું સ્થાન લેવા માટે સ્ટોકથી બેસ્ટ કોઈ નથીઃ નાસિર હુસેન : વેસ્ટ ઈન્ડિઝ સામે ૮ જુલાઈથી શરૂ થનાર ટેસ્ટમાં કેપ્ટન જો રૂટ રમનાર ન હોય તેના સ્થાને ઈંગ્લેન્ડ ઓલરાઉન્ડર બેન સ્ટોકસને કેપ્ટન બનાવાય તેવી પૂરી શકયતા access_time 2:47 pm IST