Gujarati News

Gujarati News

News of Saturday, 27th June 2020

અખિલ વિશ્વ ગૌ સુરક્ષા સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ રમેશભાઇ ધામેચા : કાલે જન્મદિવસ

રાજકોટઃ અખિલ વિશ્વ સુરક્ષા સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી રમેશભાઈ ધામેચાનો   કાલે જન્મદિવસ છે. તેઓ રાજકોટ લોહાણા મહાજનના ઉપ-પ્રમુખ પણ રહી ચૂકયા છે   ગૌરવ કન્સ્ટ્રકશન એન્ડ ડેવલપર્સ નામથી પેઢી ધરાવે છે સાથોસાથ રાજકોટ ગૌરવ સાપ્તાહિક ન્યૂઝપેપર ના તંત્રી છે અને લોહાણા અખબાર જગત ગુજરાતના ટ્રસ્ટી છે. સદગુરુ રઘુવંશી સોશ્યલ ગ્રુપની સ્થાપના કરી ગુરુપૂર્ણિમાના દિવસે શ્રી રણછોડદાસજી મહારાજની સૌપ્રથમ શોભાયાત્રાનો પ્રારંભ રમેશભાઈ ધામેચા એ કરાવેલ. તેઓ શ્રીકૃષ્ણ ચિકિત્સાલયમાં સલાહકાર સમિતિમાં કાર્યરત છે તેમજ લોહાણા જ્ઞાતિની અનેક સંસ્થા સાથે સંકળાયેલા છે. તાજેતરમાં જ તેઓએ રઘુવંશી યુવા-યુવતીઓ માટે વિનામૂલ્યે લોહાણા વૈવિશાળ સેવા  વોટસએપ ગ્રુપ દ્વારા ભગીરથ કાર્ય શરૂ કર્યું છે જેમાં તેમને બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે.  વીરદાદા જશરાજજી એવોર્ડથી લઇ અનેક સંસ્થાઓ દ્વારા એવોર્ડ આપીને  તેઓનું સન્માન કરવામાં આવેલ. જીવનના ૫૪ વર્ષ પૂર્ણ કરી ૫૫ માં વર્ષમાં પ્રવેશ કરી  રહેલા રમેશભાઇ ધામેચાને (મો.૯૪૨૯૫ ૬૨૪૦૦)  શુભેચ્છાઓનો ધોધ વરસી રહ્યો છે.

(3:19 pm IST)
  • સુરત-કામરેજના ગુમ થયેલ મહેસાણાના વતની SRP જવાન હાર્દિક દેસાઈનો મૃતદેહ તાપી નદીમાંથી મળી આવ્યો. મૂળ મહેસાણાનો વતની પરિવારને લેવા જવાનું કહી કાર લઈ નીકળ્યો હતો access_time 9:11 pm IST

  • દિલ્હીમાં હાલત કાબુમાં : સહુએ અમારી મદદ કરી : શરૂઆતમાં કોરોના સંક્રમિત 100 કેસ પૈકી 31 પોઝિટિવ આવતા હતા : હવે 13 કેસ : મુખ્યમંત્રી કેજરીવાલ access_time 2:16 pm IST

  • આમિરખાનના પરિવારજનોના કોરોના ટેસ્ટ થયા : ઘરમાં ૭ને કોરોના વળગ્યા પછી કુટુંબીજનોના ટેસ્ટઃ માતાનો ટેસ્ટ નેગેટીવ આવ્યોઃ બીજાના ટેસ્ટના રીઝલ્ટ જાણવા મળતા નથી access_time 4:21 pm IST