Gujarati News

Gujarati News

News of Friday, 26th June 2020

વકીલાત ક્ષેત્રે સંજયભાઇ વ્યાસે ૩૫ વર્ષની ઝળહળતી કારકીર્દી પુરી કરી ૩૬માં વર્ષમાં પ્રવેશ

બાર એસો.માં પ્રમુખપદ સહિતના હોદાઓ ઉપર વારંવાર ચૂંટાયા

રાજકોટ,તા.૨૬:રાજકોટ બાર એશોસીએસનના પુર્વ પ્રમુખ, સંજયભાઈ વ્યાસ - એડવોકેટ- નોટરી આજ રોજ વકીલાતના ક્ષેત્રમાં ૩પ વર્ષની મંજીલ કાપી ૩૮ માં વર્ષમાં પ્રવેશ કરી રહયા છે.

સંજયભાઈ વ્યાસ જામનગર જીલ્લાના ઓખા મકામે પ્રાથમીક અભ્યાસ બાદ કોલેજ કાળનો અભ્યાસ રાજકોટમાં પર્ણ કર્યા બાદ ૧૯૮૫ થી રાજકોટ બાર એશોસીએસનના સભ્ય તરીકે વકીલાતની કારર્કિદી શરૂ કરેલ અને રાજકોટ બારમાં ૨૦૧૮ સુધીમા ૧૭ વખત ચુટાઈ આવીને કારોબારી સભ્ય, ખજાનચી, જો.સેક્રેટરી, ઉપ પ્રમુખ,સેક્રેટરી તથા ૨૦૧૦ માં પ્રમુખ તરીકેની જવાબદારી નીભાવેલ અને સફળ રીતે અનેક પ્રોગ્રામો આપેલ,વકીલોના ચાલતા રાજકોટ બાર એશો. એડવોકેટ વેલફેર ફંડના ખજાનચી તરીકે સફળ કામગીરી બજાવેલ છે.

સંજયભાઈ વ્યાસ સને ૨૦૧૬માં રાજકોટ બાર એશોસીએશનના ઈલેકશનમા બાર એશોસીએશનના ઈતીહાસમાં સૌથી વધ જંગી મતની લીડ થી પ્રમુખ તરીકે વિજેતા થયેલ અને તેઓની પેનલ ને પણ જંગી બહમતીથી ચુટી કઢાવેલ તેઓએ પ્રમુખ તરીકે સને ૨૦૧૬ માં રાજકોટ મુકામે હેમુ ગઢવી હોલમા તારીખ-૧/૦૫/ર૦૧૬ ના રોજ સમગ્ર ગુજરાતના વકીલો માટે જુદાજુદા કાયદાકીય વિષયો ઉપર લીગલ સેમીનારનુ સફળ આયોજન કરેલ.

સને-૨૦૧૮માં લીગલ સેમીનાર ઉપરાંત અટલ બિહારી બાજપાઈ હોલમાં સમગ્ર દેશમાં સૌપ્રથમ વખત ૧૫ વર્ષથી વધુ વકીલાત કરતા રાજકોટના મહિલા ધારાશાસ્ત્રીઓ, રાજકોટના પસંદ થયેલ સરકારી વકીલશ્રીઓ વિગેરેનું ગજરાત હાઈકોર્ટના લોર્ડશીપ પરેશભાઈ ઉપાધ્યાય તથા જિલ્લાના ન્યાયધીશોની હાજરીમાં સન્માન કરેલ તેમજ તેઓએ રાજકોટ ડીસ્ટ્રીકટ કોર્ટ પરીસરમાં રાજકોટ બાર એસોસીએશનની વેબસાઈટનું લોન્ચીંગનો કાર્યક્રમ કરેલ તેમજ રાજકોટ જીલ્લાના ભૂતપર્વ ડિસ્ટ્રીકટ જજ આઈ. સી. શાહ તથા આર.કે. દેસાઈ સાથે પણ લોક અદાલતના કાર્યક્રમમાં તેઓએ તથા સમગ્ર કારોબારી કમીટીએ સુંદર કામગીરી કરેલ છે. રાજકોટ બારમાં દર વર્ષે ચુટણી થતી હોય છે પ્રથમ વખત બારના ઈતિહાસમાં સને-૨૦૧૮ ની સાલમાં પ્રમુખ તરીકે ચૂંટાઈને તેઓ તથા આખી કારોબારી કમીટી ર૮-૦૨-૨૦૧૮ સતત સવા બે વર્ષ કાર્યરત હોય તેવંુ  પ્રથમ વખત બનેલ અને સમગ્ર કારોબારી કમીટીએ સમગ્ર ટર્મ દરમ્યાન રાજકોટના તથા અન્ય બાર એસોસીએશનના વકીલોના પ્રશ્ને અગ્રેસર રહીને ખૂબજ સુંદર કામગીરી બજાવેલ તેમજ ત્યારબાદ એશોશીએશનની કારોબારી કમીટીમા પાસ્ટ પ્રેસીડન્ટ તરીકે પણ ફરજ બજાવેલ.

સંજયભાઈ વ્યાસ ઔદિચ્ય બ્રાહ્મણ ખરેડી સમવાય જ્ઞાતિ મંડળ રાજકોટ માં ચાર વર્ષ સુધી સેક્રેટરી તરીકે પણ ફરજ બજાવેલ છે. સંજયભાઈ વ્યાસે એ- નેગેટીવ બ્લડ કે જે જુજ વ્યકિતઓને હોય છે તે બ્લડ ગ્રુપ ધરાવતા હોઈ અત્યાર સુધીમા ૫૯ વાર બ્લડ ડોનેટ કરી જરૂરીયાત મંદ લોકોને તથા બ્લડ બેન્કોમા બ્લડ ડોનેટ કરેલ છે.

સંજયભાઈ વ્યાસ તેઓના મીલનસાર સ્વભાવથી વકીલોમાં તથા મીત્ર વર્તુળમાં 'ચાકુ'ના હુલામણા નામે પ્રસિધ્ધ છે. આજરોજ તેઓએ રાજકોટમા તેમજ સૌરાષ્ટ્રના જુદા જુદા સેન્ટરોમા સીવીલ, રેલ્વે, ડ્રિમીનલ, લેબર, એમ. એ. સી.પી. વિગેરે ક્ષેત્રોમા બેદાગ રીતે વકીલાત કરી પુરા ગુજરાતમા અનેક વકીલ મીત્રો બનાવેલ છે તેઓને આજ રોજ વકીલ જગતમાંથી તથા સગા સંબધીઓ તથા મીત્ર વર્તુળ તરફથી તેઓને વકીલાત ક્ષેત્રે ૩૫ વર્ષ પુર્ણ કરી ૩૬માં વર્ષમા વકીલાત ક્ષેત્રે પ્રવેશ કરેલ હોઈ તેમના મોબાઈલ નં. ૯૪૨૭૨ ૨૧૯૯૭  ઉપર શુભકામના મળી રહી છે.

(11:20 am IST)