Gujarati News

Gujarati News

News of Thursday, 25th June 2020

રાજકોટ તાલુકા ભાજપના પૂર્વ મહામંત્રી ભુપતભાઇ સેગલીયાનો જન્મ દિવસ

રાજકોટ તા. ૨૫ : પરમ શિવ ઉપાસક એવા મુંજકાના અગ્રણી અને તાલુકા ભાજપના પૂર્વ મહામંત્રી ભુપતભાઇ સેગલીયાનો આજે જન્મ દિવસ છે. જીવનના ૫૯ માં વર્ષમાં પ્રવેશી રહેલ ભુપતભાઇએ મુંજકાના વિકાસમાં પણ સિંહફાળો આપેલ છે. આ ગામને કોર્પોરેશનમાં ભેળવવા માટે પણ તેમના અથાગ પ્રયત્નો રહ્યા છે. અખિલ ભારતીય મચ્છોયા આહિર સમાજ દ્વારકાના ટ્રસ્ટી તરીકે પણ સેવા આપી રહ્યા છે. અનેક સામાજીક સેવાકીય સંસ્થાઓ સાથે સંકળાયેલા છે. તેમના મો.૯૮૨૫૦ ૭૭૪૮૦ છે.

(12:44 pm IST)
  • ભારતમાં કોરોનાનો કહેર યથાવત : છેલ્લા 24 કલાકમાં 18,256 નવા કેસ નોંધાયા : રાત્રે 12 વાગ્યા સુધીમાં દેશમાં કોરોનાના કુલ 5,85,792 કેસ: 2,20,480 એક્ટિવ કેસ :કુલ 3,47,836 દર્દીઓ રિકવર થયા :વધુ 506 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 17,410 થયો :મહારાષ્ટ્રમાં સૌથી વધુ નવા 4878 કેસ સાથે કુલ કેસની સંખ્યા 1,74,761 થઇ: તામિલનાડુમાં નવા 3943 કેસ :દિલ્હીમાં વધુ 2199 કેસ નોંધાયા: કર્ણાટકમાં 947 નવા કેસ : તેલંગાણામાં નવા 945 કેસ :આંધ્ર પ્રદેશમાં વધુ 704 કેસ નોંધાયા access_time 12:59 am IST

  • મહારાષ્ટ્રની સરકારી ઓફીસોમાં મરાઠી ભાષા ફરજીયાત બનાવાઇ : કર્મચારીઓને કામકાજમાં મરાઠી ભાષાનો ઉપયોગ કરવો પડશેઃ આદેશનું પાલન ન કરનાર સામે ઇન્ક્રીમેન્ટ પર લાગશે રોકઃ ઓફીસોમાં પત્ર વ્યવહાર માટે પણ મરાઠી ભાષાનો જ ઉપયોગ કરવા આદેશ access_time 2:49 pm IST

  • રાજકોટ : એસઓજી ટીમે મોટા પ્રમાણમાં ગાંજાનો જથ્થો ઝડપ્યો:પીએસઆઇ અંસારી & ટીમે ગાંજાનો જથ્થો ઝડપ્યો: ગાંજાના જથ્થા સાથે એક શખ્સની કરી ધરપકડ: મનીષદાન નામના શખ્સને પકડ્યો access_time 11:14 pm IST