Gujarati News

Gujarati News

News of Wednesday, 24th June 2020

કુલપતિ હર્ષદ પટેલ ઝીંદાબાદ, સ્વર્ણિમ જ્યંતી વર્ષમાં પ્રવેશ

રાજકોટ : રાજકોટ ઇન્ડિયન ઇન્સ્ટીટયુટ ઓફ ટીચર્સ એજ્યુકેશન (આઇ. આઇ.ટી.ઇ.)ના વાઇસ ચાન્સેલર શ્રી હર્ષદ પટેલનો જન્મ તા.ર૪ જુન ૧૯૭૧ ના દિવસે થયેલ આજે પ૦ માં વર્ષમાં પ્રવેશ કર્યો છે.  તેઓ અગાઉ ભાજપ મીડિયા સેલના પ્રદેશ સંયોજક, અમદાવાદ કોર્પોરેશનની શિક્ષણ સમિતીના વાઇસ ચેરમેન, ગુજરાત યુનિવર્સિટીમાં સેનેટ સભ્ય વગેરે પદ પર રહી ચુકયા છે ભાજપની પ્રદેશ સંકલ્પત્ર સમિતિમાં પણ તેમણે સેવા આપેલ. આદિત્ય કિરણ અને વિજ્ઞાન અજબ ગજબ નામના મેગેઝિનમાં તેમના જ્ઞાનના ખજાનાનો લાભ મળતો રહે છે. એસ.યુ.જી.કોલેજમાં એસોસીએટ પ્રોફેસર તરીકે તેમનું મહત્વનુ યોગદાન રહ્યું છે. આઇ.આઇ.ટી.ઇમાં તેમણે વિકાસલક્ષી શ્રેણીબદ્ધ કદમો ઉઠાવ્યા છે. આજે જન્મદિન નિમિતે તેઓ શુભેચ્છા વર્ષથી ભીંજાઇ રહ્યા છે.

ફોન નં. ૦૭૯-ર૩ર૮૭૩૩૮, મો.૯૪ર૬૦ ૧પ૩૯૭ અમદાવાદ

(11:36 am IST)