Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd June 2020

રથયાત્રાઓના સફળ સૂકાની એવા ચમનભાઇ સિંધવનો કાલે જન્મદિન

રાજકોટ, તા.૨૩: હિન્દુ અગ્રણી ચમનભાઇ સિંધવનો કાલે તા.૨૪નાં જન્મદિવસ છે. તેઓ ૫૨માં વર્ષમાં પ્રવેશ કરનાર છે. મુળ વતન સુરેન્દ્રનગર જીલ્લાનાં પાટડી તાલુકાનાં ગવાણા ગામનાં વતની રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનાં બાલ્યકાળથી સ્વયંસેવક વર્ષોથી વિશ્વ હિન્દુ પરિષદ-મહાનગર-વિભાગ પ્રાંતની વિવિધ જવાબદારીઓ સંભાળેલ હતી. રાજકોટમાં નીકળતી જન્માષ્ટમીની યાત્રાને રાજકોટથી ગુજરાત-દેશવિદેશમાં પ્રસ્થાપિત કરવામાં  તેમનું મહત્વનું યોગદાન રહેલ સાથોસાથ ૨૧ વર્ષથી સંપૂર્ણ યાત્રાની જવાબદારી તેમજ રાજકોટમાં અનેક યાત્રાઓ જેવી કે હનુમાન જયંતિયાત્રા-જલારામ યાત્રા-રામનવમી યાત્રા- વેલનાથ યાત્રા- ગૌ યાત્રા-વી.વાય.ઓ.ની યાત્રા વિવિધ યાત્રાની સફળતાપૂર્વક જવાબદારીઓ સંભાળેલ હતી. છેલ્લા ૧૨ વર્ષથી શ્રી જગન્નાથજી ભવ્યાતિભવ્ય રથયાત્રાનું આયોજન સંભાળતા આવ્યા છે. આ સિવાય નાગરિક બેંકની સમિતિમાં પણ તેઓ કમિટિ મેમ્બર તરીકે કાર્યરત છે. તેમના જન્મદિવસ નિમિતે આર.એસ.એસનાં અગ્રણીઓ, વિશ્વ હિન્દુ પરિષદ અગ્રણીઓ સમાજનાં અગ્રણીઓ દ્વારા તેમનાં મો.નં.૯૪૨૮૨૦૦૧૦૯ ઉપર  શુભેચ્છાવર્ષા થશે.

(3:47 pm IST)