Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd June 2020

રાજકોટ બાર એસો.ના સેક્રેટરી જીજ્ઞેશભાઇ જોષીનો 'હેપી બર્થ ડે'

રાજકોટ, તા.૨૩: રાજકોટ બાર એસોસીએશનના સેક્રેટરી અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ લીગલ એન્ડ હયુમનરાઇટ ડીપાર્ટમેન્ટના પ્રદેશ કન્વીનર ડો.જીજ્ઞેશભાઇ જોષીએ ૪૧ વર્ષ પુર્ણ કરી ૪૨માં વર્ષમાં મંગલ પ્રવેશ કરેલ છે.

ડો.જીજ્ઞેશભાઇ જોષી કાયદો અને માનવ અધીકારો અને આંતરરાષ્ટ્રીય માનવીય કાયદા વિષયમાં નીપુર્ણતા ધરાવે છે અને પી.એચ.ડી. સુધીનો અભ્યાસ કરેલ છે. આ ઉપરાંત તેઓ પોતાની ૧૦ વર્ષના ટુકાગાળાની વકીલાતમાં રાજકોટ બાર એસોસીએશનમાં વર્ષ ૨૦૧૨-૨૦૧૩-૨૦૧૫-૨૦૧૬માં સતત ૪ વખત કારોબારી સભ્યપદે ચુટાઇ આવેલા હતા આ ઉપરાંત તેઓ વર્ષ ૨૦૧૪માં રાજકોટ જીલ્લા જેલ સમીતીના સભ્યપદે પણ રહી ચુકયા છે. વકીલોમાં સતત તેમના બોલતા કામો અને અપ્રતિમ લોકચાહનાને કારણે વર્ષ ૨૦૧૯ની રાજકોટ બાર એસોસીએશનની ચુંટણીમાં સદાબહાર એવા ડો.જીજ્ઞેશભાઇ જોષી અત્યંત મહત્વપૂર્ણ જવાબદારી એવા સેક્રેટરીના હોદા ઉપર ચોપાખીયા જંગમાં ચુટાઇ આવેલા હતા અને વર્ષ ૨૦૨૦માં ફરીથી સેક્રેટરી પદે ચુંટણી લડી રાજકોટ બાર એસોસીએશનની ચુટણીમાં ફરીથી ચુટાઇ ઇતીહાસ સર્જેલ હતો. આ ઉપરાંત તેઓ ન્યુ ક્રિમીનલ બાર એસોસીએશનના ઉપપ્રમુખ પણ રહી ચૂકયા છે.સતત કામ કરતી સેવાભાવી વ્યકિત તરીકેની એક આગવી ઓળખ ધરાવતા ડો.જીજ્ઞેશભાઇ જોષીના ૪૨મા જન્મદિન પ્રસંગે તેમના વિશાન મીત્ર વર્તુળ તેમજ રાજકીય મીત્ર વર્તુળના મીત્રો ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મહીલા પ્રમુખ એડવોકેટ ગાયત્રીબા વાઘેલા રાજકોટ બાર એસોસીએશનના પુર્વ પ્રમુખ અનીલભાઇ દેસાઇ, પીયુષભાઇ શાહ, તુલસીદાસ ગોંડલીયા, સંજયભાઇ વ્યાસ તથા રાજકોટ બારના વર્તમાન (પ્રમુખ) બકુલભાઇ વિ.રાજાણી (ઉપપ્રમુખ) ઇન્દ્રસિંહ ઝાલા (સેક્રેટરી) ડો.જીજ્ઞેશભમાઇ જોશી (જોઇન્ટ સેક્રેટરી) કેતનભાઇ દવે (ટ્રેઝરર) રક્ષીતભાઇ કલોલા (લાયબ્રેરી સેક્રેટરી) સંદીપભાઇ વેકરીયા તથા કારોબારી સભ્ય શ્રી અજયભાઇ પીપળીયા, કેતનભાઇ મડ, ધવલભાઇ મહેતા, પીયુષભાઇ સખીયા, વિજયભાઇ રૈયાણી, પંકજભાઇ દોગા, વિવેકભાઇ ધનેશા, મનીષભાઇ આચાર્ય કૈલાશભાઇ જાની, રેખાબેન તુવાર આ ઉપરાંત રાજકોટ શહેર કોંગ્રેસ લીગલ સેલ પ્રમુખ જયતભાઇ ગાગાણી તથા રાજકોટ જીલ્લા કોંગ્રેસ લીગલ સેલ પ્રમુખ અશોકસિંહ વાઘેલા દ્વારા તેમના મોબાઇલ નં.૮૧૪૦૩ ૦૦૦૦૫ ઉપર તેમના જન્મદિનની શુભેચ્છા પાઠવવામાં આવી હતી.

(3:47 pm IST)
  • વિધાનસભાની પેટાચૂંટણી બાદ કોંગીના પ્રદેશ અધ્યક્ષ અને વિપક્ષી નેતા બદલાશે ? : ગુજરાત કોંગ્રેસમાં નેતૃત્વ બદલાવવા અંગે હાઇકમાન્ડમાં મંથનઃ રાજસ્થાન, બિહાર, આસામમાં પણ પ્રદેશ અધ્યક્ષ બદલાઇ શકે છે. access_time 12:57 pm IST

  • 1 ઓગસ્ટ સુધીમાં સરકારી બંગલો ખાલી કરી નાખો : તેનાથી મોડું થશે તો પેનલ્ટી ચૂકવવી પડશે : પ્રિયંકા ગાંધીને હાઉસિંગ એન્ડ અર્બન મિનિસ્ટ્રીનો આદેશ : સ્પેશિઅલ પ્રોટેક્શન ગ્રુપ સિક્યુરીટીમાંથી ઝેડ પ્લસ સિક્યુરીટીમાં મુકાયા હોવાથી આ બંગલામાં રહેવાની જોગવાઈમાંથી બાકાત access_time 7:19 pm IST

  • બિહારમાં ફરી આકાશી આફત : વીજળી પડવાથી 11 લોકોના મોત:ગત સપ્તાહે જ 23 જિલ્લામાં 83 લોકોના થયા હતા મોત access_time 11:11 pm IST