Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd June 2020

અસરકારક વકતા, ભાજપના પ્રવકતા

સબ કા સાથ, જય જગન્નાથ.. ભરત પંડ્યાનો જન્મદિન

રાજકોટઃ ગુજરાત ભાજપના પ્રદેશ પ્રવકતા ભરત બળદેવભાઇ પંડ્યા પર વાદલડી વરસી, શુભેચ્છાના સરોવર છલી વળ્યા.. આજે તેમના યશસ્વી જીવનનો ૫૪માં વર્ષમાં પ્રર્વેશ થયો છે. જોગાનું જોગ આજે અષાઢી બીજમાં પવિત્ર દિવસ છે.

તા. ૨૩ જૂન ૧૯૬૭ના રોજ જન્મેલા શ્રી ભરત પંડ્યા ગુજરાતના જાહેર જીવનના આભૂષણ છે. યુવા કાળમાં એક દાયકા સુધી ભાજપના પ્રદેશ કાર્યાલય મંત્રી તરીકે સેવા આપેલ રા.જ.પા. સરકારના તત્કાલીન મુખ્યમંત્રીને હરાવીને ધંધુકા મતેક્ષત્રમાંથી જાયન્ટ કીલર ધારાસભ્ય બન્યા હતા. પાર્ટીના પ્રદેશમંત્રી તરીકે પણ રહી ચુકયા છે. બાળપણથી જ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના રંગે રંગાયેલા છે. ભાગ્યશાળી નેતા અને પ્રભાવશાળી વકતા છે. સંદર્ભો, આંકડાઓ, અવતરણો, પ્રંસગો વગેરેને આવરી લઇને પોતાની દલીલને ધારદાર બનાવી શકે છે. અભ્યાસ, અનુભવ અને અવલોકનનો સંગમ તેમનામાં  છે.ધન્ય આજની ઘડી રળીયામણી, ભરત પંડ્યાના જન્મદિનની વધામણી...

મો. ૯૮૨૫૦ ૧૦૩૨૯ (અમદાવાદ)

(11:33 am IST)