Gujarati News

Gujarati News

News of Monday, 22nd June 2020

લાફીંગ કલબ કમીટીના જનરલ સેક્રેટરી અરવિંદ વોરાનો કાલે જન્મદિન

રાજકોટ,તા.૨૨ : સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયાના નિવૃત મેનેજર અને લાફીંગ કલબ રાજકોટ ડિસ્ટ્રીકટ લેવલ કો-ઓર્નિેશન કમીટીના જનરલ સેક્રેટરી એવા દશાશ્રીમાળી વોરા કુંટુબમાંથી આવતા અરવિંદ વોરાનો કાલે તા. ૨૩ના મંગળવારે જન્મદિવસ દિવસ છે. તેઓ યશસ્વી જીવનના ૭૨માં વર્ષમાં પ્રવેશ કરશે.

કાલે મંગળવારે ૬:૩૦ કલાકે ન્યુ એરા સ્કૂલમાં (રૈયા રોડ, રાજકોટ) લાફીંગ કલબના સભ્યો દ્વારા સોશ્યલ ડિસ્ટન્સીંગ રાખીને માસ્ક સહીત ખડખડાટ હસી તેમને શુભેચ્છા પાઠવશે. તેમના આજીવન તંદુરસ્ત રહી સુખી અને લાંબા આયુષ્ય માટેની શુભેચ્છા પાઠવશે

તેમના જન્મદિન નિમિત્તે પોતે અભ્યાસ કરેલ શાળામાં (કિશોરસિંહજી પ્રાથમિક શાળા નં. ૧, કોઠારીયા નાકા) ફૂલની પાંખડી રૂપે શાળના વિદ્યાર્થીઓને ઉપયોગી વસ્તુઓનું વિતરણ કરશે. તેઓ છેલ્લા બાર (૧૨) વર્ષથી શાળાઓમાં ઉપયોગી વસ્તુનું વિદ્યાર્થીઓને વિતરણ કરે છે. તેઓ તા. ૨૩ના મંગળવારે સવારે ૭ થી ૮ દરમિયાન રેઇસકોર્સ રીંગરોડ, મેયરના બંગલા સામે કુમ કુમ ગ્રુપના સેવાભાવી મનોજભાઇ પટેલ તથા તેમની ટીમના સહયોગથી વર્તમાન પરિસ્થિતીને ધ્યાનમાં રાખીને, પુરતુ સોશ્યલ ડિસ્ટન્સીંગ રાખી, માસ્ક પહેરીને તુલસીના રોપા, ચકલીના માળા, પક્ષી માટે પાણીના કુંડાનું નિઃશુલ્ક વિતરણ કરશે. સાંજે ૫ થી ૭ દરમ્યાન સૌરાષ્ટ્ર હાઇસ્કૂલ, કાલાવડ રોડ, ખાતે થેલેસેમીયા બાળકો માટે વિવેકાનંદ યુથ કલબના સેવાભાવી ટ્રસ્ટી અનુપમભાઇ દોશી તથા તેમની ટીમના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન  કરવામાં આવેલ છે. તેમના મો. ૯૪૨૬૮ ૪૯૭૧૮ છે.

(3:00 pm IST)