Gujarati News

Gujarati News

News of Monday, 22nd June 2020

કોટક કન્યા સ્કુલના પ્રિન્સીપાલ ડો. માલાબેન કુંડલીયાનો જન્મદિવસ

  રાજકોટઃ છેલ્લા ૩૦ વર્ષ થી શિક્ષણના   ક્ષેત્રમા પોતાની અવિરત સેવાઓ આપી રહેલા ડો. માલાબેન કુંડલીયાનો આજે તા.૨૨ના જન્મદિવસ છે. શહેરની પ્રતિષ્ઠિત ગ્રાન્ટેડ કન્યા શાળા કોટક સ્કૂલના પ્રિન્સિપાલ તરીકે ૨૨ વર્ષ થી ફરજ બજાવે છે. અત્યારે સેલ્ફ ફાઇનાન્સના જમાનામા પણ ગ્રાન્ટેડ કોટક સ્કુલને રાજકોટની નંબર વન સ્કૂલનુ સ્થાન પ્રાપ્ત કરાવવામાં તેમની દીર્ઘ દૃષ્ટિનો સિંહ ફાળો છે.આ વર્ષે ધોરણ ૧૨ કોમર્સની શાહ જીનાલીએ ૯૯. ૯૯ પીઆર મેળવીને સમગ્ર રાજયમાં ટોપમા સ્થાન પ્રાપ્ત કર્યું છે. ધોરણ ૧૨ ના કુલ ૨૯ વિદ્યાર્થીઓ એ ૯૦ ઉપર પીઆર મેળવ્યા છે તેમજ શાળાનું રીઝલ્ટ ૮૭%  આવેલ છે. શિક્ષણની સાથે સાથે વિદ્યાર્થીઓ અવનવા પ્રયોગો તરફ વળે તેવો વૈજ્ઞાનિક અભિગમ પણ પુરો પાડે છે. તેઓને જન્મદિને શુભેચ્છાઓનો ધોધ વહી રહયો છે.

(11:52 am IST)