Gujarati News

Gujarati News

News of Monday, 22nd June 2020

હૃદયમાં ભાવ અને સરકારમાં પ્રભાવવાળા ડે.સી.એમ નીતિન પટેલનો જન્મદિન

રાજકોટઃ રાજ્યના નાયબ મુખ્યમંત્રી તરીકે જવાબદારી સંભાળી રહેલા પ્રભાવક નેતા શ્રી નીતિન પટેલનો જન્મ ૧૯૫૬ના વર્ષની ૨૨ જૂને થયેલ. આજે પાંસઠમાં વર્ષના દ્વારે પહોંચ્યા છે.

ભાજપના આભૂષણ સમાન, શ્રી નીતિન પટેલ નાણા, આરોગ્ય, માર્ગ, મકાન,નર્મદા, પાટનગર વગેરે મંત્રાલયો સંભાળી રહ્યા છે. કારકીર્દિના પ્રારંભે મહેસાણા જિલ્લાની કડી નગરપાલિકાના પ્રમુખ તરીકે રહી ચુકયા છે. ધારાસભ્ય તરીકે પાંચમી વખત ચૂંટાયા છે. રાજકીય, સામાજિક, સહકારી વગેરે ક્ષેત્રે તેમનું મહત્વનું યોગદાન છે. સહકારી વગેરે ક્ષેત્રે તેમનું મહત્વનું યોગદાન છેે. વહીવટી તંત્ર પાસેથી કામ લેવાની તેમની વિશેષ આવડત છે. હાલ કોરોના સામેની મજબુત લડતમાં આરોગ્ય વિભાગના સુકાની તરીકે તેઓ મોખરે છે. તેઓ વિધાનસભામાં નાણામંત્રી તરીકે ૮ વખત બજેટ રજુ કરી ચુકયા છે. સૌનો સાથ, સૌનો વિકાસમાં માને છે. ઉમદા જનપ્રતિનિધિ આજે જન્મદિનની શુભેચ્છા વર્ષાથી ભીજાઇ રહ્યા છે.

ફોન નં. ૦૭૯-૨૩૨૫૦૧૦૮, મો. ૯૯૭૮૪ ૦૫૩૧૩. ગાંધીનગર

(11:51 am IST)