Gujarati News

Gujarati News

News of Friday, 19th June 2020

૬૭માં વર્ષમાં પ્રવેશતા રાજેન્દ્ર ત્રિવેદી

જોગાનુંજોગ આજે રાજયસભાની ચૂંટણી અને સ્પીકરનો જન્મદિન

રાજકોટ : ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને વડોદરાના રાવપુરાના ધારાસભ્ય એડવોકેટ શ્રી રાજેન્દ્ર એસ. ત્રિવેદીનો જન્મ ૧૯પ૪ના વર્ષની ૧૯ જૂને થયેલ. યશસ્વી જીવનના ૬૭માં વર્ષના દ્વારે પહોંચ્યા છે.

શ્રી રાજેન્દ્ર ત્રિવેદી અગાઉ વડોદરા મહાનગરપાલિકાની શિક્ષણ સમિતિમાં અધ્યક્ષ, મહાનગરપાલિકામાં કોર્પોરેટર, ગુજરાત બાર કાઉન્સિલમાં સભ્ય, મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં સેનેટ અને સિન્ડિકેટ સભ્ય, રાજયમાં યુવા નેતા સાંસ્કૃતિક વિભાગના મંત્રી વગેરે સ્થાનો પર રહી ચૂકયા છે. કવિતા, લેખન, વાંચન વગેરે તેમના શોખના વિષયો છે.

જોગાનુંજોગ આજે સ્પીકરના જન્મદિને જ રાજયસભાની ચૂંટણી છે. ધારાસભ્યો તેમને રૂબરૂ શુભેચ્છા પાઠવી શકે તેવી અનુકુળ સ્થિતિ થઇ છે. તેઓ જન્મદિનની શુભેચ્છા વર્ષાથી ભીંજાઇ રહ્યાં છે.

ફોન નં. ૦ર૬પ-રપ૬૦૦૮ર, મો. ૯૮રપ૦ ૬૦૩૦ર, વડોદરા (૮.૬)

(10:57 am IST)