Gujarati News

Gujarati News

News of Thursday, 8th April 2021

તાલુકા યુવા ભાજપના પ્રમુખ કરણ લાવડીયાનો જન્મદિન

રાજકોટ તા. ૮: યુવાનીકાળથી સમાજ માટે કંઇક કરી છૂટવાની ભાવના ધરાવતા રાજકોટ તાલુકા યુવા ભાજપના પ્રમુખ કરણ લાવડીયાનો આજે ર૬મો જન્મદિવસ છે. સરળ અને હસમુખા સ્વભાવના કારણે તમામ લોકો સાથે ભળી જતા હોવાથી સૌના પ્રિય છે. તેઓ તેમના બહોળા મિત્ર મંડળ સાથે સામાજિક સંસ્થાઓ સાથે જોડાઇને સેવાકીય કાર્યોમાં અગ્રેસરતા દાખવે છે. આજે તેમના જન્મ દિવસ નિમિતે રાજકીય સામાજિક આગેવાનો અને મિત્ર મંડળો તેમના મો. નં. ૯૪૧૧૧ ૪૪૪૪૪ પર ફોન કરી શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.

(3:34 pm IST)