Gujarati News

Gujarati News

News of Saturday, 3rd April 2021

કાલે સ્ટેમ્પ ડયુટીના અધિક્ષક ડી.જી. પટેલનો જન્મદિન

રાજકોટ : ગુજરાતના સુપ્રિટેન્ડેન્ટ ઓફ સ્ટેમ્પસ એન્ડ ઇન્સ્પેકટર જનરલ ઓફ રજીસ્ટ્રેશન ડી.જી. પટેલનો જન્મ ૪ એપ્રિલ ૧૯૬રના દિવસે થયેલ. કાલે ૬૦ વર્ષના દ્વાર ખટખટાવ્યા છે. તેમનું મુળ વતન ગોંડલ છે. ર૦૦પની બેચના આઇ.એ.એસ. કેડરના અધિકારી છે. હાલ દ્વારકા જિલ્લાના પ્રભારી સચિવ અને માનવ અધિકાર પંચના કાર્યકારી સચિવ છે. ભૂતકાળમાં મહિલા બાળ કલ્યાણ વિભાગના નિયામક, પોરબંદર જિલ્લા કલેકટર વગેરે પદ પર કામગીરી કરી ચુકયા છે. ફોન નં. ૦૭૯-ર૩ર૮પ૭પ, મો. ૯૮૭૯પ પ૧૭પ૧ ગાંધીનગર.

(11:30 am IST)