Gujarati News

Gujarati News

News of Tuesday, 27th July 2021

વિશિષ્ટ કાનુની સેવા આપનાર હિનાબેન દવેનો આજે જન્મ દિવસ

રાજકોટ તા. ર૭: રાજકોટ શહેરમાં છેલ્લા બે દાયકાથી આગવું નામ ધરાવતા ગરીબ જરૂરીયાતમંદ લોકો માટે કાનૂની ક્ષેત્રે સહાયભૂત થતા હસમુખા સ્વભાવના, બહુમુખી પ્રતિભા ધરાવતા કુ. હિનાબહેન દવે કે જેઓ વકિલાત તેમજ પત્રકારત્વ વગેરેનું સારૃં જ્ઞાન ધરાવે છે. આજે તેમનો જન્મદિવસ છે. કુ. હિનાબહેન દવે એક્ષ-ટી.ડી.ઓ. અને એકઝીકયુટીવ મેજિસ્ટ્રેટના પુત્રી છે. કુ. હિનાબહેન દવે એચ.આઇ.વી./એઇડ્સ સાથે સંકળાયેલા લોકો માટે મફત કાનુની સહાયમાં એક મસીહા તરીકે છેલ્લા ર૦ વર્ષથી સેવા આપી રહ્યા છે.

એક્ષ-ટી.ડી.ઓ. અને એકઝીકયુટીવ મેજિસ્ટ્રેટના પુત્રી કુ. હિનાબહેન દવે તેમનાં પગલે દર્દીઓ સમાજના ગરીબ જરૂરીયાતમંદ માટે હંમેશા કાનૂની ક્ષેત્રે ર૪ કલાક ખડે પગે સેવા આપી રહ્યા છે. મોટા-ભાગના લોકો તેમને ''હોન્ડાવાળા લેડી'' તરીકે ઓળખે છે. તેમજ એચ.આઇ.વી./એઇડ્સ વિવિધ નેટવર્કો-એઇડ્સ પ્રિવેન્સ કલબ, લક્ષ્યટ્રસ્ટ, નવજીવન ટ્રસ્ટ જેવા વિવિધ ટ્રસ્ટોમાં તેમની સેવા નિરાળી છે. એક મહિલા તરીકે મહિલાઓને કાનૂની સહાય સાથે તેના માનવીય હકકોના રક્ષણ માટે તેમની હંમેશા લડતા હોય છે. એઇડ્સના કારણે ભેદભાવ કે નોકરીના સ્થળે ડીસક્રીમીનેશનની ઘટના વખતે તેઓ માનવ અધિકારોના તેના રક્ષણ માટે અવિરત સેવા આપે છે.

આજે તા. ર૭ના રોજ જન્મ દિવસે તેમના મો. નં. ૭૮૭૪ર ૪૧૮૯૧/૯૪ર૭પ ૬ર૮૮૯ ઉપર શુભેચ્છા વર્ષા થઇ રહી છે. તેમને તેના કાર્યો માટે ''નારી ગૌરવ'' એવોર્ડ સહિત વિવિધ એવોર્ડ અને સન્માન મળ્યા છે. આજના દિવસે નારી સશકિતકરણ માટે હર હંમેશ અગ્ર કાર્ય કરીને ઉજવણી કરશે. નારીને પડતી જીવનમાં મુશ્કેલીમાં મહત્વની કાનુની સહાય માર્ગદર્શન માટે કુ. હિનાબહેન દવે અગ્રેસર રહીને સતત અને સક્રિય કામગીરી કરીને રાજકોટનું નામ સમગ્ર ગુજરાત સાથે દેશમાં નામ રોશન કરેલ છે. સોશિયલ નેટવર્ક થકી વિદેશોના માનવ અધિકારોને ગૃપો-તેમજ એઇડ્સનાં ગૃપો સાથે જોડાઇને પણ માર્ગદર્શન આપી રહ્યા છે.

(2:44 pm IST)