Gujarati News

Gujarati News

News of Monday, 19th July 2021

ભારતીય મઝદુર સંઘના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ હસુભાઇ દવેનો જન્મદિન : ૮૩ માં વર્ષમાં પ્રવેશ

રાજકોટ તા. ૧૯ : દેશના જાણીતા શ્રમીક નેતા અને લેબર એડવોકેટ એવા ભારતીય મઝદુર સંઘના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ હસુભાઇ દવેનો આજે જન્મ દિવસ છે. ૮૩ માં વર્ષમાં પ્રવેશ કરેલ છે. સૌરાષ્ટ્ર કચ્છ પ્રોડકટીવીટી કાઉન્સીલના પ્રમુખ તરીકે છેલ્લા ૩૧ વર્ષથી સેવા આપી રહેલ હસુભાઇ દવે બાલ્યકાળથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવક છે. હાલમાં તેઓશ્રી મહાત્મા ગાંધી લેબર ઇન્સ્ટીટયુટ અમદાવાદના વાઇસ ચેરમેન તરીકે છેલ્લા ૯ વર્ષથી સેવા આપી રહેલ છે. ઉપરાંત ભારતીય વરિષ્ઠ નાગરીક પરિસંઘ (ભારતીય મઝદુર સંઘ) ના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકેની પણ જવાબદારી સંભાળી રહેલ છે. મઝદુર પ્રવૃત્તિ ક્ષેત્રે છેલ્લા ૫૪ વર્ષથી સંકળાયેલા છે. તેમજ રાજકોટ લેબર કોર્ટ અને ઔદ્યોગીક અદાલતના 'લેબર લોઝ પ્રેકટીશ્નર્સ એસોસીએશન' ના પ્રમુખ તરીકે વર્ષો સુધી સેવા આપી ચુકયા છે. કેન્દ્ર સરકારના શ્રમ અને રોજગાર વિભાગ હેઠળ આવતા સેન્ટ્રલ બોર્ડ ઓફ વર્કર્સ એજયુકેશનના ચેરમેન તરીકે તેમજ રાજકોટ નાગરીક સહકારી બેંકના ડીરેકટર તરીકે સેવા આપી ચુકયા છે. વિશ્વકર્મા શ્રમ સાધના ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી તરીકે શરૂઆતથી જ સેવા આપી રહેલ છે. શ્રમકાયદાઓની છણાવટ અર્થે દેશ વિદેશની કોન્ફરન્સોમાં ભાગ લઇ ચુકયા છે. કામદારોના ક્ષેત્રે કલ્યાણકારી કાર્યો કરવા બદલ અનેક એવોર્ડ હાંસલ કરેલ છે. આજે જન્મ દિવસે તેઓને ઠેરઠેરથી શુભેચ્છાઓ વર્ષી રહી છે. તેમના મો.૯૪૨૬૨ ૫૪૦૫૩ છે.

(12:52 pm IST)