Gujarati News

Gujarati News

News of Tuesday, 31st March 2020

અમદાવાદના ડે. મ્યુ. કમિશનર કેતન ઠકકરનો જન્મદિન

રાજકોટ : અમદાવાદમાં ઉતર ઝોનના નાયબ મ્યુનિસિપલ કમિશનર તરીકે ફરજ બજાવતા અધિક કલેકટર કક્ષાના અધિકારી શ્રી કેતન બી. ઠક્કરનો જન્મ તા. ૩૧ માર્ચ ૧૯૬૬ના દિવસે થયેલ. આજે પંચાવનમાં વર્ષમાં પ્રવેશ કર્યો છે.

મૂળ ભાવનગરના વતની શ્રી કે.બી. ઠક્કરે કારકીર્દિનો પ્રારંભ કસ્ટમ્સ અધિકારી પદેથી કરેલ. જી.એ.એસ. કેડરમાં આવ્યા બાદ રાજકોટમાં ડે. કલેકટર અને આર.ટી.ઓ.ના ઇન્ચાર્જ વડા, જામનગરમાં ડે. મ્યુ. કમિશનર અને આર.ટી.ઓ.ના વડા, કચ્છ આર.ટી.ઓ.ના વડા, જામનગરમાં અધિક કલેકટર વગેરે પદ પર રહી ચૂકયા છે.

ફોન નં. ૦૭૯-રપ૩૯૧૮૧૧ મો. ૯૦૯૯૦ ૮૩૦૩૧ અમદાવાદ.

(10:12 am IST)