Gujarati News

Gujarati News

News of Friday, 26th November 2021

કેન્દ્રના પ્રાથમિક શિક્ષણ સચિવ અનિતા કરવાલનો જન્મદિન

રાજકોટના પૂર્વ ડી.ડી.ઓ અને કલેકટર

રાજકોટઃ ભારત સરકારના માનવ સંશોધન વિભાગમાં શાળા શિક્ષણ અને સાક્ષરતા સચિવ તરીકે ફરજ બજાવતા ગુજરાત કેડરના આઇ.એ.એસ.(૧૯૮૮) અધિકારી શ્રીમતી અનિતા કરવાલનો જન્મ ૨૬ નવેમ્બર ૧૯૬૨ના દિવસે થયેલ. આજે ૬૦માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેણી મૂળ પંજાબના ચંદીગઢના વતની છે. ભૂતકાળમાં રાજકોટમાં જિલ્લા વિકાસ અધિકારી અને કલેકટર અમદાવાદમાં કલેકટર, સ્પીપામાં નિયામક, રાજયમાં મુખ્ય ચૂંટણી અધિકારી, શિક્ષણ વિભાગમાં સચિવ, કેન્દ્રમાં સી.બી.એસ.ઇના ચેરપર્સન વગેરે પદ પર રહી ચૂકયા છે. ફોન નં.૦૧૧-૨૨૪૬૭૨૬૩ મો.૯૯૭૮૪ ૦૬૧૧૦ નવી દિલ્હી.

(10:23 am IST)