વિવિધ વિભાગ
News of Monday, 29th June 2020

આજના શુભ દિવસે - 636

પંદર વર્ષની છોકરી દસમાં ધોરણમાં ભણે છે એ કન્યા શાળામાં જતા આવતા બાજુની શેરીનો એક છોકરો તેની પાછળ ચાલતો-ચાલતો વાત કરવાની કોશિષ કરે છે. છોકરી તેની મમીને કહે છે અને મમી તેના ધણીને અંતે નકકી થાય છે કે શેરીના નાકે આવેલ અખાડાના માલીક પહેલવાનને વાત કરીએ.

ત્રણે જણા ત્યાં જાય છે અને વાત કરે છે. બીજો દિવસ આવ્યો અને છોકરાએ પહેલવાનના હાથનો માર ખાધો, છોકરીનો પીછો છોડી દીધો...!

મા-બાપને એમ થાય છે કે પહેલવાનના ઘેર જઇ તેમનો આભાર માનીએ ત્યાં પહોંચતા તેમની પત્ની બારણું ખોલે છે અને પેલો પહેલવાન શાક સુધારતો હોય છે અને બાળકો રમતા હોય છે.

મા-બાપ એ બહેન સાથે વાત શરૂ કરે છે ત્યારે પેલી સ્ત્રી વચ્ચેથી જ વાત કાપી નાખે છે અને કહે છે કે મારી સાથે મારી યુવાનીમાં આમ જ બનેલ...! મા-બાપ પૂછે છે કે એ વખતે અમારી શેરીનાં નાકે અખાડાનો પહેલવાન નાની ઉમરનો હતો. મેં તેની પાસે જઇને તેને વાત કરી અને પેલા છોકરાને સીધો દોર કરી દીધા...

પછી... મારે સ્કુલે જતા - આવતા પેલો પહેલવાન છોકરો અખાડાની બહાર ઉભો રહેતો ધીમે ધીમે અમે નજીક આવતા ગયાઅને બંનેના કુટુંબની રજા હોવાથી અમે લગ્ન કરી લીધા...!

પછી... એ પહેલવાન અત્યારે કયાં છે ? એ બેઠા રસોડા પાસે - શાક સુધારે છે....!!

વિનુભાઇ જગડા

ઇન્દુબેન જગડા

મો. ૯૮૭૯પ ૭૯૩૪૧

(10:15 am IST)