આજના શુભ દિવસે - 742
એક સાંજે બે મિત્રો ફ્રાન્સની ગલીમાં ફરવા નીકળ્યા હોય છે. સુંદર સુર્યાસ્ત છે, નદીનો કાંઠો છે, એવામાં એક બાજુથી વાયોલીનના કર્ણાપ્રિય સંગીતનો અવાજ આવ્યો-બંને મિત્રો અત્યંત ખુશ થઇ જાય છે અને એક મિત્ર બોલે છે, ખરેખર આપણા ઉપર ઇશ્વરની મહેરબાની છે આવી સાંજ ભાગ્યે જ કોઇના નશીબમાં હોય છે.
મારે એ બાજુ જવું છે-ચાલને ! બીજો મિત્ર તેનો હાથ પકડી લે છે, એટલો ખુશ થઇ જાય છે. ચાલતા ચાલતા ઝૂંપડી જેવા વિસ્તાર તરફ નીકળી જાય છે તેમાંની એક ઝૂંપડીમાંથી વાયોલીનનો અવાજ આવે છે-તેમાં બંને મિત્રો દાખલ થાય છે એક યુવાન વયની છોકરી વાયોલીન વગાડતી હોય છે.અને તેના પપા મોચીકામ કરતા હોય છે આ બંનેને દાખલ થયેલા જોઇને છોકરીના પપા પોતાના નાક પર આંગળી રાખીને ચૂંપ રહેવા કહે છે.
પંદર મિનિટ પછી છોકરી બીજો રાગ શરૂ કરે છે-રપ મિનિટ પછી તે પૂરો થાય છે. પેલા બંને મિત્રો તાળી વગાડી ખુશ થઇ જાય છે. છોકરી પૂછે છે-''પપા કોણ આવ્યું છે?'' પપા જવાબ આપે છે મને ખબર નથી. છોકરીએ તેની દ્રષ્ટિ ગુમાવી હોય છે હવે તે બે માંનો એક મિત્ર ઉપરા-ઉપરી અલગ અલગ રાગ પર ગાવાની ફરમાઇસ કરે છે. છોકરી ખુશ થઇ જાય છે અને બીજા રાગના છેડા પર તેણી વાદ્ય વગાડવાનું બંધ કરીને, આવેલા મહેમાનને પૂછે છે.- ''તમને સંગીતનું આટલું બધું જ્ઞાન છે, તો મને આ એક રાગ સંભળાવશો?'' મિત્ર ઉભો થઇને છોકરીના હાથમાંથી વાયોલીન લઇને વગાડવાની શરૂઆત કર છે- છોકરી ઠેકડો મારીને ઉભી થઇ જાય છે અને ચીસ પાડી ઉઠે છે ''પપા, આપણે કેવા નશીબદાર છીએ, આજે આપણે આંગણે બીથોવન આવ્યા છે!''
વિનુભાઇ જગડા
ઇન્દુબેન જગડા
મો. ૯૮૭૯પ ૭૯૩૪૧