વિવિધ વિભાગ
News of Monday, 21st September 2020

આજના શુભ દિવસે - 694

એક નાના એવા શહેરમાં નાનાપણ સાથે મોટા થયેલા બે મિત્રો પોત પોતાની રીતે નજીકના શહેરમાં ભણવાનું પતાવેછે, અને સમય જતા તેઓના લગ્ન થઇ જાય છ.ે

પહેલા ર વર્ષમાં એક મિત્રને ત્‍યાં પુત્રી જન્‍મ થાય છે. બંને મિત્રો મોટા શહેરમાં ભાગીદારીમાં ધંધો શરૂ કરે છેઅને આ દરમ્‍યાન પેલા મિત્રને ત્‍યાં બીજા પુત્રનો જન્‍મ થાય છે. તેમજ ધંધો ૧૦ વર્ષમાં તો ખૂબજ વધી ગયો બેસુમાર દોલત થઇ ગઇ. આ દરમ્‍યાન બીજા મિત્રને ત્‍યાં કંઇ સંતાન થતું નથી.

એક સાંજે બંને મિત્રો તળાવને કાંઠે ફરવા નીકળ્‍યા હોય છે તેમાં પેલા નિઃસંતાન મિત્રને શું કુબુદ્ધિ સુઝી કે આટલી બધી દોલતનો હું માલીક બની જાઉ તો કેમ ? ભાગીદારીના કશા જ દસ્‍તાવેજ તો કરાવ્‍યા નહોતા એટલે બહુજ સહેલું કામ હતું.

કાંઠે ચાલતા સંતાનવાળા મિત્રને સ્‍હેજ ધકકો મારે છે તો તળાવમાં પડી જાય છે. આ ભાઇ રાડારાડ કરી મૂકે છે. - મારો મિત્ર કાંઠા પર ચાલતા લપસીને તળાવમાં પડી ગયો ! કોઇ બચાવા !! બે-ત્રણ જણા તળાવમાં પડે છે અને ફકત લાશ લઇને બહાર આવ્‍યા.

એ પછીના મહિને આ મિત્રના પત્‍ની એને ખુશખબર આપે છે કે ભગવાને મારી પ્રાર્થના સાંભળી અને હું ગર્ભવતી થઇ છું. આ દરમ્‍યાન પેલા ર સંતાનવાળી પુત્રની માતાને મિત્ર દાવે ઘર ચાવવા પૈસા આપતો રહે છે.

પૂરા મહિને અને ત્‍યાં પુત્ર-જન્‍મ થાય છે અને ધંધા ખૂબ જ વધી જાય છે. પુત્ર ૧૭ વર્ષનો થયો અને કોલેજમાં દાખલ પણ થઇ ગયો એક સાંજે કોલેજથી ઘેર પાછો ફરે છે. ત્‍યારે ફરિયાદ કરે છે કે મને પેટમાં દુઃખે છ.ે

બે મહિના સુધી બધી તપાસ કરાવે છ.ે અને જાણવા મળ્‍યું કે આંતરડાનું કેન્‍સર થયું છ.ે આમને આમ સારવારમાં છ વર્ષ પસાર થઇ ગયા. બાળક તો પથારીમાં જ સૂતો છે અને મા-બાપ પારાવાર પીડાય છે.

એક સાંજે મા-બાપ બાળકની પથારી પાસે બેઠા હોય છે. પિતા બાળકની માતાને પૂછે છે કે આમને આમ આપણે અને આ બાળક કયાં સુધી પીડાશે ?

માતા કશો જવાબ આપે તે પહેલા બાળક બોલી ઉઠે છે : મિત્ર ! હિસાબ પૂરો થઇ ગયો છે, હું તારો ‘મિત્ર જ છું અને હિસાબ સરભર કરવા તારે ત્‍યાં જન્‍મ લીધો હતો. આવતી કાલે સવારે હું વિદાય લઉં છું-તારી રીતે તૈયાર કરી લે!'

 

વિનુભાઇ જગડા

ઇન્‍દુબેન જગડા

મો. ૯૮૭૯પ ૭૯૩૪૧

(10:03 am IST)