વિવિધ વિભાગ
News of Monday, 3rd August 2020

આજના શુભ દિવસે - 662

મ્યુનીસીપાલીટીનો એક બગીચો ત્રણેક હજાર વારમાં ફેલાયેલો હતો. લોકોની અવર જવર ઘણી જ ઘણી જાતના ફુલ ઝાડ અને બેસવા માટે બાકડા રાખેલ હતા. પ્રમાણમાં મોગરાના અને ગુલાબના છોડ ઘણા હતા.

એક ગુલાબનો છોડ ખુતણામાં હતો અને તેની બાજુમાં એક પથ્થર જમીનમાં કટયેેલો પડયો હતો. બની શકે કે બગીચો બનાવતી વખતે એ પથ્થર કોઢવાની કોઇએ વધારે કોશીષ ન કરી હોય.

પથ્થર અને ગુલાબના છોડ પડોશી હોવાને નાતે વાતો કર્યા કરતા ગુલાબનો છોડ પથ્થરને કહે છેેજો ને તારૂ જીવન કેવું છે. વર્ષોથી એમને એમ જરા પણ હાલ્યા ચાલ્યા વિના એકને એક જગ્યાએ પડયો છે.

પથ્થર હશે છે અનએ કહે છે જેવી જેની નિયતી એવામાં ત્રણ-ચાર જણા આવ્યા સાથે કોઇ જટાધારી બ્રાહ્મણ-જનો પહેરી હતી. તે પણ હત બ્રાહ્મણ ઉભો રહી જાય છે અને આ પથ્થરને જ બતાવે છે અને કહે છે કે આ પથ્થર મને કાઢી આપો અને મારે ઘેર મોકલાવી દેજો.

સમય પસાર થતો જાય છે માવી થોડા ગુલાબના અને મોગરાના ફુલ ચુટે છે અને સાથે લઇને ચાલ્યો જાય છે.

ગામને પાદર મહાદેવના મંદિરમાં સવારે પુજાનો સમય થયો છે. પુજારી ફુલનો થાળ લઇને હાજર થાય છે અને એક ફુલ શિવલીંગ પર ચડાવતો જાય છે. એવામાં શિવલીંગ બોલી ઉઠે છે. અરે ગુલાબનું ? ગુલાબ ઓળખી શકતો નથી અને શિવલીંગવ સામે જોયા કરે છે.

 કેમ ભુલી જાય છે તારી બાજુમાં ખુણામાં હતો તે પથ્થર હું છું આ લોકોએ મને કાપ-કુપ કરીને બરાબર ઘડીને શીવલીંગનો આકાર મે તેને કહયું હતુ કે જેવી જેની નિયતી આજે તારે મારી પુજા કરવા આવવા પડયુ ને! ગુલાબ જવાબ આપે છે જેની જેવી નિયતી.

વળી થોડો વખત પસાર થાય છે અને ગામમાં દેકારો થાય છે ભાગો, ભાગો! હિન્દુ-મુસલમાનના વૈમનસ્યને કારણે ગામમાં તોફાનો શરૂ થઇ ગયા હતા. ચાર-પાંચ જણા મંદિરમાં આવી ચડે છે અને શિવલીંગને તોડી-ફોડીને મુળમાંથી કાઢી ફેંકી દે છે.

ગુલાબ મરક-મરક હતા શિવલીંગને કહે છે વાત સાચી છે જેવી જેની નિયતી.

વિનુભાઇ જગડા

ઇન્દુબેન જગડા

મો. ૯૮૭૯પ ૭૯૩૪૧

(9:55 am IST)