Gujarati News

Gujarati News

News of Monday, 22nd June 2020

આજના શુભ દિવસે - 631

જન્મદિવસના અભિનંદન...

અમેરીકાથી ભારત આવતા પેસેન્જરોને  ખૂબ બરફનો વરસાદ પડયો હોવાથી પ્લેન આગળ જઇ શકે તેમ ન હોવાથી એમ્સટરડમ એરપોર્ટ પર ફરજીયાત રોકાવાનો સમય આવ્યો. રાત્રિના નવનો સુમાર હતો. પેસેન્જર બહાર નીકળીને વ્યવસ્થા થયા મુજબ એરપોર્ટથી હોટેલ પર એરલાઇન્સ પહોંચાડતી હતી. છેલ્લા બે-ચાર પેસેન્જરોને ટ્રોલી લઇને બહાર આવતા ત્યાં આગળ કહેવામાં આવ્યું કે હવે મોટરની સગવડ થઇ શકે તેમ નથી, માટે તમે સામે જે લાઇટ દેખાય છે ત્યાં ચાલીને જવું પડશે. પ્લેનમાં તો અલગ-અલગ દેશના ઘણા લોકો હતા. બાકી રહેલામાં એક ભારતિય એરપોર્ટ સ્ટાફ સાથે માથાકુટ કર્યા બાદ ચાલીને ટ્રોલીને ધકકો મારતો હોટેલ તરફ જાય છે.મનમાં વિચાર કરે છે આ પશ્ચિમના લોકો આવા જ કેમ હશે.?

હોટેલ પહોંચીને રીસપ્શનપર પાસપોર્ટ જમા કરાવી રૂમ પર છેક દશ વાગે પહોંચે છે. ખાવા ખાતર થોડું ખાઇને સુઇ જાય છે. બાર વાગવામાં પાંચ મિનીટ બાકી હતી, ત્યારે રૂમની બેલ વાગે છે. અને તેને કહેવામાં આવે છે કે-જલ્દી નીચે પહોંચી જાવ કંઇક ઇમરજન્સી હશે તેમ માનીને ભાગતો નીચે પહોંચે છે. ત્યાં આગળ બધાજ રૂમના પેસેન્જર કેક ઉપર મીણબતી રાખેલ છે. અને આ જેવો પહોંચ્યો કે તુર્તજ તેઓએ શરૂ કર્યું: ''હેપી બર્થ ડે ટુ યુ''-આ પણ ભાઇ તો આભા જ બની ગયા અને પોતે ભૂલી ગયા હતા કે મારો જન્મ દિવસ છે.!

બે કલાક સુધી સંગીત સાથે બધા ધમાલ કરે છે-ફરી આ ભાઇને વિચાર આવ્યો-''શું પશ્ચિમના લોકો આવા જ હશે?'' પાસપોર્ટ જમા કરાવ્યો ત્યારે જ તેનો જન્મ ઉજવવાનું આ લોકોએ નકકી કરી નાંખેલ ઘણા લોકો તેને ભેટીને જન્મ દિવસ અભિનંદન સાથે નાની-મોટી ભેટ આપે છે.  રૂમ પર જાય છે અને પહેલું કામ આંખમાં ભરાય આવેલ આંસુ લુછવાનું ! કલ્પના બહાર થયેલ અનુભવથી તેનો જીંદગી પ્રત્યેનો અભિગમ બદલાઇ ગયો અને જીંદગી ભર કશાથી કશી ફરિયાદ ન કરી.

વિનુભાઇ જગડા

ઇન્દુબેન જગડા

મો. ૯૮૭૯પ ૭૯૩૪૧

(10:05 am IST)
  • રાજકોટની કુલ ૧૪૯ સૂચિત સોસાયટીમાંથી ૫૩૩૭ દાવા મંજુરઃ હજુ ૭૩૯ના મંજુરીના હુકમો બાકી : રાજકોટના પૂર્વ-પશ્ચિમ-દક્ષિણ અને તાલુકા મામલતદાર ક્ષેત્રમાં આવેલી કુલ ૧૪૯ સૂચિત સોસાયટીના બાંધકામો અંગે ૬૦૭૬ દાવા અરજી આવી હતીઃ જેમાંથી ૫૯૨૮ બાંધકામો રેગ્યુલાઈઝ કરવા અંગે સુનાવણી હાથ ધરાઈઃ તેમાં ૫૩૩૭ દાવા કલેકટર તંત્રે મંજુર કરી દીધાઃ હજુ ૭૩૯ દાવા અંગેના મંજુરી હુકમો બાકીઃ સૌથી વધુ રાજકોટ પૂર્વ ક્ષેત્રના ૩૬૧ હુકમો બાકીઃ દક્ષિણમાં ૨૫૩ અને તાલુકામાં ૧૧૬ દાવા અંગે હવે નિર્ણયઃ કલેકટરે તાજેતરમાં બોલાવેલ મીટીંગમાં આખરી સમીક્ષા કરાઈઃ ૧૫ દિ'માં પુરૂ કરવા આદેશો access_time 3:04 pm IST

  • બિહારમાં ફરી આકાશી આફત : વીજળી પડવાથી 11 લોકોના મોત:ગત સપ્તાહે જ 23 જિલ્લામાં 83 લોકોના થયા હતા મોત access_time 11:11 pm IST

  • તામીલનાડુમાં ૩૧ જુલાઇ સુધી લોકડાઉન લંબાવાયું : કાલે અનલોક-૨ના પ્રારંભ પૂર્વે તામીલનાડુમાં રાજય સરકારે ૩૧ જુલાઇ સુધી લોકડાઉન લંબાવેલ છે. આ પહેલા મહારાષ્ટ્ર સરકારે પણ આજે ૩૧ જુલાઇ સુધી લોકડાઉન લંબાવી દીધાની જાહેરાત કરી હતી. access_time 3:05 pm IST