Gujarati News

Gujarati News

News of Thursday, 25th June 2020

આજના શુભ દિવસે - 634

એક મહારાષ્ટ્રિય IPS પોલીસ અધિકારી પોતાના વતનમાં કામ માટે જવા ૧પ દિવસની રજા ઉપર ઉતરે છે. ડયુટી પરની પોલીસવાન પોલીસ સ્ટેશન પર મૂકી ચાલતો ચાલતો બહાર નીકળે છે. યુવાન છે, વિચારતો રહે છે રસ્તામાં ચાલતા પગ સાથે કંઇ અથડાયું અને વાંકો વળીને એ વસ્તુ હાથમાં લે છેતો મોટું કવર હતું. ખોલીને જુવે છે તો અંદર હાથના લખેલા ગુજરાતી પત્રો છે. આજુબાજુ જુએ છે-પણ આ બાબતમાં કોઇને રસ નથી. એ ઘેર જઇને પોતાના ગુજરાતી પડોશી પાસે બધા પત્રો વંચાવે છે. ગુજરાતી બોલવા-સાંભળવામાં કશો વાંધો નહોતો-મુંબઇમાં નોકરી કરતો હતો ને !

પત્રો બધા એક છોકરી પર હોસ્ટેલના સરનામે તેણીના પ્રેમમાં રહેલ એક છોકરાએ લખેલ. બીજા દિવસે એ હોસ્ટેલ પર જાય છે. લેડીઝ હોસ્ટેલ હતી. તેથી રેકટર પણ લેડીજ હતી.

પોલીસ અધિકારી છોકરીનું નામ લઇને પૂછે છે ? પેલી લેડી સુપરીટેન્ડેન્ટ છોકરીએ લખેલ અને તે પણ એના પ્રેમી પર જયારે તેનું ભણવાનું પુરૃં થયું ત્યારે તેને ખ્યાલ આવી ગયેલ કે બંનેના કુટુંબ આ લગ્નની વિરોધમાં છે, અને ચૂપચાપ આ લેડી સુપરીટેન્ડેન્ટને કવર આપી પોતાના વતનમાં ચાલી જાય છે.

પોલીસ અધિકારી આ છોકરાની ભાળ મેળવે છેે અને છોકરી કયાં છે તે બાબત પૂછે છે અને પેલો પત્ર તેને આપે છે. છોરાની આંખમાં આંસુ આવી જાય છે. કહે છે કે તેણી કયાંની હતી તે બાબતે કશીજ માહિતી નથી. ફરી વખત તે હોસ્ટેલ પર જઇને આ છોકરીના મિત્રોને મળે છે અને તેણીના ગામની ભાળ મેળવે છે.

આટલું કરવામાં તેની રજાના ૪ દિવસ તો ચાલી ગયા તેણીના ગામ તરફ જાય છે, એને તેણીના ઘરે પહોંચે છે- યુનિફોર્મ પહેરીને જતો હતો એટલે તેનું કામ સરળતાથી પતી જતું એ છોકરાને તો મુંબઇ મળીને આવ્યો હતો, હવે છોકરી અને તેના કુટુંબ સાથે વાતચીત કરે છે. બધા ખુશ થાય છે. સાંજનું જમવાનું તેણીના ઘેર જ આગ્રહ હોવાથી પતાવીને પાછો મુંબઇ આવે છે.

બીજા દિવસે સવારે છોકરાને ઘેર જઇ બધા સાથે વાતચીત કરવામાં ર દિવસ ચાલી ગયા. અંતે રજાના ૮માં દિવસે બધા મુંબઇમાં પોલીસ ઓફીસરના ઘેર ભેગા થાય છે.

ત્યાંથી કોર્ટમાં બંનેના સિવીલ મેરેજ કરાવી પોતાના વતન તરફ રવાના થાય છે. ત્યાં આગળ પોતાની પાસે ફકત પ-૬ દિવસ રહ્યા હોવાથી કામ શરૂ કરી શકાતું નથી પાછો ફરે છે ત્યારે એની આંખમાં ખુશીની ચમક હતી !

વિનુભાઇ જગડા

ઇન્દુબેન જગડા

મો. ૯૮૭૯પ ૭૯૩૪૧

(10:22 am IST)