Gujarati News

Gujarati News

News of Thursday, 6th August 2020

આજના શુભ દિવસે - 665

મન

મનનું બીજું રૂપ બે રિસાયેલા બાળક જેવું છે. એને તમે ગમે તેટલું આપો તો પણ એની રીસ જતી નથી એ હંમેશા અધૂરપ અનુભવે છે અને વધુને વધુ લાડ કરતું રહે છે અને માણસ એને સતત લાડ કરાવતો રહે છે. જે માણસ મનના આવા લાડ ઓછા કરે, એ જ સમય જતા મનને કાબૂમાં રાખી શકે છે.

માત્ર સવાલ એ છે જે મન કયાંક સ્થિર થઇને બેઠુ હોય છે. મનના અનેક રૂપ છે અને વાસના, સ્વાદ, સ્પર્શ વગેરે આ  મન સતત વધુને વધુ માંગતું રહે છે. પ્રકૃતિમાં જેને રસ હોય-એમાં એનું મત સ્થિર રહે છે. આ સાવ સ્વાભાવિક બાબત છે.  સાચા મહાન માણસને ઇજ્જત 'લણવામાં' નહીં, પણ ઇજ્જત 'રળવામાં' રસ હોય છે.

વિનુભાઇ જગડા

ઇન્દુબેન જગડા

મો. ૯૮૭૯પ ૭૯૩૪૧

(9:41 am IST)