Gujarati News

Gujarati News

News of Monday, 27th July 2020

આજના શુભ દિવસે - 657

રવિવારની સવારે ચર્ચમાં પ્રેવર થયા પછી ફાધર ઘર તરફ જવા નીકળે છે રસ્તામાં દારૂનુ પીઠુ આવતુ હતું. પરંતુ ફાધરને એ તરફ જોવાની આદત જ નથી એવામાં એક માણસ લથડીયુ ખાઇને ફાધર સાથે ભટકાઇ છે અને ફાધર તેને ઓળખીને કહે છે અરે જોહન તું અહીંયા? હજુ હમણા જ ચર્ચમાં આ વિષય પર મેં પ્રવચન આપેલ અને તે સોગન લીધેલ કે હું દારૂ કદી નહી પીવું.

જોહન જવાબ આપે છે સોરી ફાધર પણ હું એકલો નથી! ચર્ચમાંથી લગભગ બધા જ લોકો અહી આવી ગયાછે. ફાધરને ગુસ્સો આવે છે અને જોહનને લઇને અંદર જાય છે.

વધારે ગુસ્સામાં બોલે છે બધા સાંભળે તેમ ચાલો બધા મારી સાથે જેઓ સ્વર્ગમાં જવાની અપેક્ષા રાખતા હોય! તુર્ત જ બધા ઉભા થઇ જાય છે એક જણ બેઠો રહે છે. ફાધર તેને પુછે છે માય ડીયર તારે સ્વર્ગમાં નથી જવુ? પેલા ભાઇ જવાબ દેવાની પણ તસ્દી લેતા નથી અને ફકત મોં ધુણાવીને ના પાડી દે છે.

બધા નીકળી જાય છે અને પાછા સોમવારે સાંજે પીઠામાં ભેગા થાય છે. અને પેલી વ્યકિતને પુછે છે કે પીટર તે ફાધરને સ્વર્ગમાં જવાની ના પાડી?

પીટર કહે છે મેં સ્વર્ગમાં જવાની ના નહોતી પાડી હું તો એમ સમજયો હતો કે અત્યારે હમણા જ જવાનું છે. હું કેવી રીતે હા પાડુ? મારો અડધો ગ્લાસ હજુ વ્હીસ્કીથી ભરેલો હતો.

તાળીઓના અવાજથી દારૂનુ પીઠુ ગુંજી ઉઠે છે અને બધા ભેગા થઇને પીટરનું પણ બીલ ભરી દે છે.

વિનુભાઇ જગડા

ઇન્દુબેન જગડા

મો. ૯૮૭૯પ ૭૯૩૪૧

(9:34 am IST)