Gujarati News

Gujarati News

News of Monday, 19th October 2020

આજના શુભ દિવસે - 716

નાના એવા જંગલમાં સસલુ ઠેકડા મારતું જતું હોય છે અને રસ્તામાં આવતી લીલોતરી ખાતું જતું હોય છે.

એવામાં ઝાડ પર નજર ગઇ એક કાગડો એક ડાળથી બીજી ડાળ પર ઉડતો જઇને રમતા-રમતા ઝાડના ફળ ખાતો હોય છે.

સસલાને કાગડાની ઇર્ષા આવે છે.-કેવો આરામથી ઝાડ પર બેઠો રહે છે અને બેઠા બેઠા એક જ જગ્યાએ ભોજન પણ મળી રહે છે. મારે તો ભોજન માટ જંગલમાં દોડાદોડી કરવી પડે છે.

 હવે હું પણ કાગડાની જેમ શાંતિથી બેસીસ અને બેઠાબેઠા ભોજનની વ્યવસ્થા કરી લઇશ અને તેણે ેબે-ચાર દિવસ આમ શાંતિથી કાઢી નાંખ્યા બહુજ મઝા પડી ગઇ.

એક વખત તે ઝાડ નીચે જમીને આરામ કરતું ત્યારે વરૂ આવી ચડયું. સસલાએ તો દાદ ન દીધી-શાંતિથી રહેવાનું અને ઓછી દોડાદોડી કરીને જમવાનું નકકી કર્યું હતું ને !

વરૂ તો નજીક આવે છે અને સસલૂં તો ભાગવાને બદલે હલતુ પણ નથી વરૂએ સસલાનું આરામથી ભોજન કરી લીધું જેના ભાગ્યમાં જે રીતે ભોજનની વ્યવસ્થા કુદરતી રીતે કરવામાં આવી હોય તેમજ કરવી રહી !

વિનુભાઇ જગડા

ઇન્દુબેન જગડા

મો. ૯૮૭૯પ ૭૯૩૪૧

(9:44 am IST)