Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd February 2021

આજના શુભ દિવસે - 804

પોતાના માટે કામ કરો, જયાં સુધી તમારી જાતને પૂરી ન ભરો ત્યાં સુધી અન્યને આપવા જેવું કંઇ તમારી પાસે નહીં હોય.

(10:01 am IST)
  • ૪ કોર્પોરેશનના તમામ પરિણામો જાહેર : (૧) રાજકોટ : ૭૨માંથી ૬૮ ભાજપ, ૪ કોંગ્રેસ (૨) જામનગર : ૬૪માંથી ૫૦ ભાજપ, ૧૧ કોંગ્રેસ, ૩ બસપા (૩) ભાવનગર : ૫૨માંથી ૪૪ ભાજપ, ૮ કોંગ્રેસ (૪) વડોદરા : ૭૬માંથી ૬૬ ભાજપ, ૧૦ કોંગ્રેસ : અમદાવાદ - સુરતની કેટલીક બેઠકોની ગણત્રી ચાલુ છે ત્યારે અમદાવાદમાં ૧૯૨માં ૧૩૯ બેઠકો ભાજપ મેળવે છે, કોંગ્રેસ ૧૫ અને ૧ અન્ય પક્ષને, મોડે સુધી ગણત્રી ચાલશે. જયારે સુરતમાં ૧૨૦ બેઠકમાંથી ૯૩ બેઠક ભાજપ મેળવી રહ્યું છે (૫૫ જાહેર થઈ), ૨૫ બેઠક ઉપર આપનો વિજય, ૨ ઉપર આપ આગળ છે, કોંગ્રેસને એક પણ મળી નથી. access_time 4:57 pm IST

  • કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાના કૌટુંબિક ભાઈ પ્રશાંત ચાવડાએ ભગવો ધારણ કર્યો, રાજ્યસભાના પૂર્વ સાંસદ લાલસિંહ વડોદીયાએ આણંદમાં ખેસ પહેરાવી કર્યું સ્વાગત access_time 1:05 am IST

  • ચામુંડા વાસે ત્રણ જ દિવસમાં શ્રીલંકાના બોલિંગ કોચ પદ છોડ્યું :ત્રણ દિવસ પહેલા જ ટીમના બોલિંગ કોચ પદે નિયુક્ત થયેલા ચામુંડા વસે અચાનક રાજીનામુ આપ્યું : શ્રીલંકા ક્રિકેટ એસો, સાથે પૈસાને લઈને વિવાદ હોવાથી રાજીનામુ આપ્યાનું મનાય છે access_time 11:02 am IST