Gujarati News

Gujarati News

News of Monday, 13th July 2020

આજના શુભ દિવસે - 646

એક ટેક્ષી ડ્રાઇવર રાત્રિના કામ પતાવી ૮ વાગ્યે ઘેર જતો હોય છે. ત્યારે એક પેસેન્જર મળી જાય છે. ઘેર પહોંચતા મોડું થશે તે માટે ઘેર ફોન કરે છે કોઇ ઉપાડતુ નથી એટલે પત્નીને તેના મોબાઇલમાં ફોન કરેછે તેણીના ફોન પણ ઉપડતો નથી. ખેર ! ચાલો જેથાય તે...!

એવામાં આગળ જતી રીક્ષા પૂલના પીલર સાથે અથડાય છે. અને રાત્રિના અંધારામાં એવું લાગ્યું કે કોઇ સ્ત્રી તેમાંથી ઉડીને નીચે નદીમાં પડે છે. ડ્રાઇવર એકદમ ગાડી ઉભી રાખીને અંદર બેઠેલા પેસેન્જરને કહે છે કે તમે બીજી ટેક્ષી ગોતી લેજો. અને બહુ ઝડપથી નદીમાં પડે છે અને ઘુઘવતા પાણીમાં તરતો સ્ત્રીને ખભા પર નાખીને બહાર આવે છે.

કાંઠા ઉપર ઘણા માણસો ભેગા થઇ ગયેલ અને એમાંના કોઇએ એમ્બ્યુલન્સ પણ બોલાવી રાખેલ. એમ્બ્યુલન્સમાં લોકો ભેગા થઇને પેલી સ્ત્રીને સૂવાડે છે, આ દરમ્યાન ટેક્ષી ડ્રાઇવર તો રવાના થઇ ગયો, વિચારતો હતો કે કોણ હશે આ સ્ત્રી ? પણ અંધારામાં એ પણ કંઇ જાણી શકયો નહીં.

રાત્રિના ૧૦ વાગે ઘેર પહોંચે છે. બંને બાળકો પણ રાહ જોઇને બેઠા હોય છે અને કહે છે કે આજે તો મમી પણ હજુ આવ્યા નથી. એવામાં તેના મોબાઇલમાં ઘંટડી વાગે છે અને સામેની વ્યકિત બોલે છે કે ભાઇ તમે ખરા નશીબદાર છો!  તમારા  પત્ની રીક્ષામાં જતા હતા અને અકસ્માતે પૂલ પરથી નદીમાં પડી ગયા અને કોઇ ટેક્ષીનો ડ્રાઇવર અંધારામાં પાણીમાં ખાબકે છે અને સ્ત્રીને કાંઠા પર મૂકીને એમ્બ્યુલન્સ જોઇને જતો રહ્યો...! જલ્દી હોસ્પિટલ પહોંચો, તમારા પત્ની આતુર છે. તમને બધાને મળવા અને ખાસ તો એટલા માટે કે ઘરમાં રાખેલ મંદિર પાસે બેસીને આપણે ચારેય જણા-આભાર માનીએ ઇશ્વરનો કે પછી ઇશ્વરે મોકલેલા ટેક્ષી ડ્રાઇવરનો...!

વિનુભાઇ જગડા

ઇન્દુબેન જગડા

મો. ૯૮૭૯પ ૭૯૩૪૧

 

(10:00 am IST)