Gujarati News

Gujarati News

News of Thursday, 9th July 2020

આજના શુભ દિવસે - 644

લગ્નની બીજી વર્ષ ગાંઠે એક યુવાન જોડું હનીમુન પર જાય છે. હોલી-ડે રીસોર્ટમાં પાંચ સ્ટાર હોટેલમાં ઉતરે છે. બેડરૂમના બહારના ભાગમાં એક નાનો એવો સીટીંગ રૂમ પણ છે.

ત્યાં આગળ ચોથા દિવસે રાત્રિના નવેક વાગે બંને જમવા બેઠા હતા, તે વખત સંયુકત કુટુંબમાં રહેતા હોવાથી તે બાબત પર ગરમા-ગરમ ચર્ચા થઇ. છોકરી કહે છે કે આવા જીવન કરતાં મરી જવું સારૃં...!

દશ વાગે રૂમ પર આવીને સૂઇ જાય છે. રાત્રિના એક-દોઢ વાગે કંઇક સ્ટોપર બારીનો અવાજ આવતો હોય તેવું લાગ્યું. પતિ પાસે પત્ની હાજર નહોતી. તે બારી પાસે સ્ટોપ પર ખોલીને બારી ખોલવા માંગતી હતી. પણ સ્ટોપર ખૂલતી જ નહોતી...!

પતિ દોડતો રીસ્પશન પર કહે છે કે આ તમારા લોકોની બારી કેમ ખૂલતી નથી ? જવાબ આપે છે કે મારી પત્ની કેટલીય વારથી બારી ખોલવાની કોશિષ કરે છે. પણ સ્ટોપર જરા પણ હલતી નથી.

'જવાબ મળે છે કે તમારે એસી રૂમમાં અડધી રાત્રે બારી ખોલવાની શું જરૂર છે?' અને  એમાં અત્યારે શું મદદ કરી શકીએ?'

પતિ જવાબ આપે છે કે બારી ખોલી દયો, બસ, મારી પત્ની ખૂબ ગુસ્સામાં છે.

વિનુભાઇ જગડા

ઇન્દુબેન જગડા

મો. ૯૮૭૯પ ૭૯૩૪૧

(9:45 am IST)