Gujarati News

Gujarati News

News of Monday, 6th July 2020

આજના શુભ દિવસે - 641

એક માણસને સવારે જમીને ઓફિસે જતી વખતે વારંવાર તેની પત્નીને ગુસ્સામાં પૂછેઃ 'મારી ઘડિયાલ કયાં ? ઘડિયાળ આપે તો પાછો તુર્ત જ રાડ નાંખેઃ' 'મારું પાકીટ મળતું નથી...!'

પાકીટ આપ્યા પછી હાશકારો કરીને પત્ની બેસે. ફરી અવાજ આવેઃ 'મેં કાલે બૂટને પોલીસ કર્યા હતા, તે કયાં પડયા છે?'

'તમે જ બૂટ ખાનામાાં મૂકયા છે! પોલીસ કરીને બ્રશ સાથે મૂકાય ગયા હતાં.'

ઓફીસે જવા નિકળી જાય છે. આદત મુજબ ૬ વાગે આવે છે અને ટીવી જોતા જોતા કોફી પીવે છે. પત્ની બાજુમાં બેઠી છે અને કહે છેઃ 'મારી એક વાત સાંભળશો?' 'હા, જરૂર! બોલને.'

'હવે તમે જયારે ઓફીસેથી આવો ત્યારે તમે જે જે વસ્તુ જયાં મૂકો તે બધુ કાગળ પર લખીને એ કાગળ તમારા ટેબલ પર મૂકી દેવો!'

પતિ ખુશ થઇ જાય છેઃ 'અરે વાહ!? શું આઇડીયા છે! કેટલું બધુ સરળ થઇ જશે'

સવારે નાહી-ધોઇ, પ્રાતઃ કર્મ પતાવી જમીને પેલો કાગળ હાથમાં લે છે. શર્ટ બેડ રૂમના બારણા પાછળ ટીંગાડયુ છે અને પેન્ટ બાથરૂમમાં નેકટાઇ ડ્રોસીંગ ટેબલ ઉપર, પાકીટ ટેબલના ખાનામાં અને ઘડીયાળ બેડરૂમમાં ઓશિકા પાસે ! રાત્રે ઊંઘ ઉડી જાય તો સમય જોવાની ખબર પડે ને...!

પત્ની ચૂપ-ચાપ ખુશ થતી જોયા કરતી હતી. આ બધું બરાબર શાંતિથી પતી ગયું. અને એવામાં મોટી રાડ સાંભળી પત્ની ગભરાતી ગભરાતી દોડીને પૂછે છેઃ 'હવે શું બાકી રહ્યું?'

'બધુ જ મળી ગયુ. પણ આ બધા હું કયાં તે ખબર જ નથી...!'

વિનુભાઇ જગડા

ઇન્દુબેન જગડા

મો. ૯૮૭૯પ ૭૯૩૪૧

(10:25 am IST)