Gujarati News

Gujarati News

News of Thursday, 31st December 2020

આજના શુભ દિવસે - 774

ગામડાનો એક છોકરો એના ગાય-ભેંસ ચરાવીને સાંજે ઘર તરફ જતો હોય છે. વચ્ચે તળાવ આવતા ઢોરાંને પાણી પાવા ઉભો રહે છે. છોકરો પણ કાંઠે ઉભો છે-એવામાં પાણીમાંથી મગર આવીને છોકરાનો પગ પકડી લે છે છોકરો રાડા-રાડી કરી મૂકે છે. કોઇ નજીકમાં મદદ કરે તેવું દેખાતું નથી. તે પોતાની ગાય અને ભેંસને મદદ કરવા કહે છે. તેઓએ જવાબ આપ્યો- ''તે અમને ડફણા મારવા સિવાય શું કર્યું છે ? અમે તો તને દૂધ આપ્યું છે'', તેઓએ મદદ ન કરી એટલામાં કાગડા, સમડી ઉડતા-ઉડતા પસાર થતા હોય છે. છોકરો તેમને મદદ માટે કહેછે. સમડી-કાગડાએ ઉત્તર આપ્યો, 'તેં અમને પથ્થર મારવા સિવાય કશું જ કર્યું નથી, તો અમે શાને માટે મદદ કરીએ. એટલામાં એક સસલું આ વાત-ચીત સાંભળીને ઉભું રહે છે અને કહે છે,' એલા છોકરા, હું તારી નજીક આવું છું, એટલે મારા ઉપર હુમલો કરવા, મગર તને મુકી દેશે અને તું તરત જ ભાગી જજે !

સસલુ મગર નજીક પહોંચે છે અને મગર મોં ફાડીને સસલા પર હુમલો કરે છે. સસલું તો અતિ ઝડપથી ભાગે છે. અને છોકરો ભાગી જાય છે. બહાર આવી છોકરો, સસલાનો આભાર માને છે. સસલું કહેછે, 'અરે ! જવા દે ને, મેં તો ખાલી નાટક કર્યું અને તું બચી ગયો' એમા આભાર સાનો ?

એટલામાં શિયાળ આવી ચડે છે અને સસલા ડોકમાંથી પકડી લે છે. સસલું તુર્તજ છોકરાને રાડ પાડીને મદદ માટે બોલાવે છે- છોકરો જવાબ આપે છે. 'હું આવુ જોખમ લઇને શિયાળ પાસે નહી આવું!' આ પૃથ્વી પરની આ જ સિસ્ટમ છેઃ તમે તમારૂ ફોડી લો.!!

વિનુભાઇ જગડા

ઇન્દુબેન જગડા

મો. ૯૮૭૯પ ૭૯૩૪૧

(10:08 pm IST)