Gujarati News

Gujarati News

News of Thursday, 30th July 2020

આજના શુભ દિવસે - 660

મુંબઇની લોકલ ટ્રેઇનમાં એક બુઝુર્ગ પોતાની પત્ની અને રર વર્ષ, ૧૮ વર્ષના બે પુત્રો સાથે બોરીવલી તરફ જઇ રહયા હોય છે બારી પાસે રર વર્ષનો દિકરો બેઠો હોય છે.

વારે વારે તે બારીમાં જોઇને મમ્મી-પપા સાથે મોેટે મોટેથી વાત કર્યા કરે છે જો જો મમ્મી પેલો માણસ સાયકલ પર કેવો ઝડપથી જાય છે.

એે પપ્પા જુઓ તો આપણી ગાડી પાસે કેટલા મોટા ઝાડ છે. હા, બેટા, થોડે આગળ જાય છે તો વળી પાછો બોલી ઉઠે છે. એ મમ્મી પેલુ ચાર પગવાળુ કાળુ જાનવર જાય છે એ શું છે? મમ્મી શાંતીથી જવાબ આપે છે બેટા, એ ભેંસ છે, આપણે ઘેર ભેંસનું દુધ આવે છે. છોકરો ખુશખુશાલ છે.

આજુબાજુના પેસેન્જર આ બધો વાર્તાલાપ સાંભળીને કંટાળી ગયા હોય છે અને તેમાંથી કોઇ એકાદ સ્ત્રી બોલી ઉઠે છે. ભાઇ, કોઇ સારા માનસ શાસ્ત્રને બતાવી દેતા હો તો , કેવી સાવ નાના બાળક જેવી હરકત કરે છે.

હા, બહેન તમારી વાત સાચી છે. મારા પુત્રને જન્મથી જ આંખો છે, તેના થકી જોઇ શકતો નહોતો. આજે પરદેશ થી આવેલ ડોકટર પાસે ઓપરેશન કરાવ્યું અને દ્રષ્ટિ આવી ગઇ, હવે હોસ્પીટલથી ઘેર જવા નીકળ્યા છીએ.

વિનુભાઇ જગડા

ઇન્દુબેન જગડા

મો. ૯૮૭૯પ ૭૯૩૪૧

(10:08 am IST)