Gujarati News

Gujarati News

News of Thursday, 3rd December 2020

આજના શુભ દિવસે - 751

ગામડામાં ખેતી કરતા ખેડુતને બે દિકરા છે. મોટા દિકરાના લગ્ન થઇ જાય છેઅને તેને ત્યાં ચાર પુત્રોનો જન્મ થાય છે. નાનો દિકરો પરણી શકયો નહીં ખેતીમાં થતીઉપજમાંથી બંને ભાઇઓના સરખા ભાગ પડે છે. તેઓના મા-બાપની વિદાય થઇ ગઇ છે.

બંને ભાઇઓ પોત-પોતાનો ભાગ પોત-પોતાની વખારમાં ગુણીમાં ભરીને ગોઠવી દે છે મોટોભાઇ વિચાર કરતો રહે છે. કે મારે તો ચાર દિકરા છે તેથી મારા ભવિષ્યની મને ચીંતા નથી, એટલે રોજ અડધી રાત્રી ઉઠીને નાના ભાઇની વખારમાં પોતાની વખારમાંથી એક ગુણી કાઢીને મૂકી આવે છે.

નાનો ભાઇ વિચાર કરે છે. મોટાભાઇનો સંસાર મોટો છે અને હું તો એકલો છું એટલે એ રોજ રાત્રે પોતાની વખારમાંથી એક ગુણી કાઢીને મોટાભાઇની વખારમાં મુકી આવે છે.

આ પછી બંને ભાઇઓ પોત-પોતાની વખારમાં ગુણીની ગણતરી કરે છે. કેટલો માલ વેંચાયો અને કેટલી ગુણીની ઉપજ થઇ બંનેની વખારમાં ગણતરીમાં કોઇને ત્યાં હિસાબ બરાબર મળતો નથી આ વાત પાંચ વર્ષ પછીની છે !

એક રાત્રે અંધકારમાં બંને ભાઇઓ ગુણી મુકવા જતા હોય છે, ત્યારે ભટકાય છે.! અને ભેટી પડે છે, તેમનો  હિસાબ તેમને મળી રહે છે અને બંને ભાઇઓ બાકીની જીંદગી ખુશખુશાલ થઇને જીવે છે.

વિનુભાઇ જગડા

ઇન્દુબેન જગડા

મો. ૯૮૭૯પ ૭૯૩૪૧

(9:42 am IST)